
પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફને થયો કોરોના,ત્રીજી વખત સંક્રમિત મળી આવ્યા
દિલ્હી:પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે.આ વાતની પુષ્ટિ પાકિસ્તાનના સૂચના મંત્રી મરિયમ ઔરંગઝેબે ટ્વિટર દ્વારા કરી હતી.તેમણે કહ્યું કે, વડાપ્રધાન છેલ્લા બે દિવસથી અસ્વસ્થ અનુભવી રહ્યા હતા.ડોક્ટરોની સલાહ પર તેમની કોરોનાની તપાસ કરવામાં આવી, ત્યારબાદ તેમનામાં સંક્રમણની પુષ્ટિ થઈ.તેમણે લોકોને અપીલ કરી છે કે,તેઓ વડાપ્રધાનના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરે.
આ ત્રીજી વખત છે જ્યારે શાહબાઝ શરીફ કોરોના સંક્રમિત જોવા મળ્યા છે.આ વર્ષની શરૂઆતમાં જાન્યુઆરી અને જૂન 2020માં પણ તેને કોરોનાનો ચેપ લાગ્યો હતો.
એક દિવસ પહેલા જ શહબાઝ શરીફ લંડનની મુલાકાત લઈને પાકિસ્તાન પરત ફર્યા હતા. શરીફ પરિવારના નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર, PM શહબાઝને શનિવારે એરપોર્ટ જતા પહેલા તાવ આવ્યો હતો, જેના પગલે તેમણે રવિવારની મુલાકાત મુલતવી રાખી હતી.