1. Home
  2. ગુજરાતી
  3. બાળકો પર હાથ ઉપાડતા મા-બાપએ ચેતી જવાની જરૂર, અભ્યાસમાં જાણવા મળી ચોંકાવનારી વાત
બાળકો પર હાથ ઉપાડતા મા-બાપએ ચેતી જવાની જરૂર, અભ્યાસમાં જાણવા મળી ચોંકાવનારી વાત

બાળકો પર હાથ ઉપાડતા મા-બાપએ ચેતી જવાની જરૂર, અભ્યાસમાં જાણવા મળી ચોંકાવનારી વાત

0
Social Share
  • બાળકો પર ન ઉગામો તમારો હાથ
  • બાળક સાથે માર-ઝૂડની થાય છે ખોટી અસર
  • અભ્યાસમાં સામે આવી કેટલીક મોટી વાત

દિલ્હી : બાળકો પર થતા અત્યાચાર અથવા કોઈકવાર મા-બાપ દ્વારા થતી માર-ઝૂડની અસર બાળકો પર અતિગંભીર રીતે થતી હોય છે. આ બાબતે લંડન યુનિવર્સિટી કોલેજ દ્વારા એક ખાસ પ્રકારનો અભ્યાસ કરવામાં આવ્યો તેમાં કેટલીક મહત્વની વાતો જાણવા મળી છે.

યુનિવર્સિટી કોલેજ લંડન એટલે કે યુસીએલ અને વિશેષજ્ઞોની એક આંતરરાષ્ટ્રીય ટીમે બાળકોને થપ્પડ મારવો અને તેમને ઝુડી નાખવાને લઈને એક અધ્યયન કર્યું છે. ધ લાર્સેન્ટ જર્નલમાં પ્રકાશિત થયેલા અહેવાલમાં વિશ્વભરના 69 અધ્યયનોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. જેમાં બાળકો પર ઘણા વર્ષો સુધી નજર રાખવામાં આવી અને શારીરીક દંડ એટલે કે માર મારવાનો અને તે મામલે સામે આવેલા પરિણામોના આંકડાનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.

25 કરોડ બાળકો પોતાના માતા-પિતા તેમની દેખરેખ કરવા વાલા દ્વારા શારીરીક દંડનો સામનો કરે છે. આ તારણમાં કહેવામાં આવ્યું છે કે દુનિયા ભરમાં બે ચાર વર્ષની ઉંમરના 63 ટકા એટલે કે અંદાજીત 25 કરોડ બાળકો પોતાના માતા-પિતા તેમની દેખરેખ કરવા વાલી દ્વારા શારીરીક દંડનો સામનો કરે છે, આ બાળકોના માતાપિતા પોતાના બાળકોને મારમારે છે.

આ સમીક્ષા અધ્યયનની મુખ્ય લેખિકા અને યુસીએલની મહામારી વિજ્ઞાન તેમજ લોક સ્વાસ્થ્યની ડોક્ટર અંજા હેલને જણાવ્યું કે શારીરીક દંડ આપવો અપ્રભાવી અને નુકશાન દે છે, જેમાં બાળકો અને  અને તેમના પરિવારને કોઈ લાભ નથી મળતો. અમે શારીરીક દંડ અને વ્યવહાર સંબધી સામનો જેવી કે આક્રમક્રતા વચ્ચે એક સંબધ જોઈ શકાય છે. શારરીક દંડ આપવાથી બાળકોમાં સતત આ રીતના વ્યવહાર સંબધી મુશ્કેલીઓ વધારવાનો અનુમાન રહે છે.

જો કે જાણકારો દ્વારા પણ તેવુ કહેવામાં આવે છે કે બાળકો પર હાથ ઉપાડવાથી ક્યારેય કોઈ વાતનું નિરાકરણ આવતું નથી. બાળકો પર હાથ ઉગામવાથી તેમના મનમાંથી માર પડવાનો ડર જતો રહેવાનો પણ ભય રહે છે અને તેના કારણે તેઓ ક્યારેક ખોટુ કરતા પણ વિચારતા નથી અને મોટી ભૂલ થવાની સંભાવનાઓ વધી જાય છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code