1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ઊના પંથકમાં મગફળીના પાકમાં મુંડા નામની ઈયળોના ઉપદ્રવથી ખેડુતો બન્યા ચિંતિત
ઊના પંથકમાં મગફળીના પાકમાં મુંડા નામની ઈયળોના ઉપદ્રવથી ખેડુતો બન્યા ચિંતિત

ઊના પંથકમાં મગફળીના પાકમાં મુંડા નામની ઈયળોના ઉપદ્રવથી ખેડુતો બન્યા ચિંતિત

0
Social Share

ઊનાઃ ગીરસોમનાથના ઊના-ગીરગઢડા તાલુકામાં ખેડુતો સતત સંકટનો સામનો કરી રહ્યા છે. એક બાદ એક સંકટ સામે આવી રહ્યાં છે. તાઉતે વાવાઝોડા બાદ વીજસંકટ હવે મગફળીના તૈયાર પાકમાં મુંડા નામની ઈયળે તરખાટ મચાવ્યો છે. આ જીવાત મૂળમાંથી મગફળી સાથે ઊપરના છોડ પણ સફાચટ કરી રહી છે. જેથી પાક તેમજ ઉપરનો ઘાંસચારો પણ નહી બચાવી શકાય. ખેડુતોની સરકાર પાસે મદદની માગી રહ્યા છે.

ઊનાના પાતાપર, કાંધીપડા સહિતના અનેક ગામોમાં મગફળીના પાકમાં  મુંડા નામની ઈયળે ખેડુતોની ઊંઘ ઊડાવી દીધી છે. આ ઈયળએ પ્રકારે વ્યાપી છે કે જે મોટાભાગે જમીનમાં માટીની નીચે મગફળીને ખાઈ રહી છે. તો ઉપરના પાંદડાઓને પણ ખાઈ રહી છે. જેથી પાક તો નિષ્ફળ કરી રહી છે. પરંતુ જે પશુ માટેનો ચારો છે. તે પણ ખાઈ રહી હોય જેથી ખેતરોમાં તૈયાર કોળીયો કહી શકાય તેવી મગફળીનો તે સર્વનાશ કરી રહી છે.

ઊના પંથકના ખેડુતોના કહેવા મુજબ  મગફળીના પાકમાં જંતુનાશક દવાઓને પણ આ મુંડા ઈયળ જવાબ નથી આપતી. કારણ જમીનમાં ઊંડે મગફળીને તે ખાતી હોય છે. જેથી દવાઓ કારગર નથી નીવડતી. ત્યારે મગફળીનો પાક સારા વરસાદના કારણે તૈયારીના આરે છે. ત્યારે આ ઈયળનું સંકટ ઘેરૂ બન્યું છે. ખેડુતો અનેક નુક્શાની તો વેઠી રહ્યાં છે. ત્યારે ઊછીના- ઊધાર કરી મગફળી બીયારણ દવાઓ ખાતરોનો ખર્ચ કર્યો બાદ વરસાદ ખેંચાયો હતો. જેથી પાણી પણ વેચાતું લીધું. ત્યારે સારા વરસાદ બાદ ખેડુતોને સારા મગફળીના પાકની આશા હતી. તે પણ મુંડા ઈયળના કારણે ઠગારી નીવડી છે. જેની ખેડુતોને ચિંતા સતાવી રહી છે. અને સરકાર પાસે યોગ્ય મદદની વિનંતી કરી રહ્યાં છે.

આ વર્ષે ગીરસોમનાથ પંથકમાં સારો વરસાદ નોંધાયો છે. ત્યારે ખેડૂતો સારા પાકની આશા સેવી રહ્યાં છે. ત્યાં મગફળીના પાકમાં ઇયળના ઉપદ્રવને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. હાલ ખેતરમાં મગફળીનો પાક તૈયાર થઇ ગયો છે. ત્યારે ઇયળના ઉપદ્રવને કારણે પાકને નુકસાનીનો ભય છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code