
હવામાન વિભાગની આગાહીને લઈને હવે રાજકોટમાં પણ મગફળીની આવક પર પ્રતિબંધ
- રાજકોટ માર્કેટ યાર્ડના સમાચાર
- મગફળીની આવક પર પ્રતિબંધ
- હવામાન વિભાગની આગાહીને લઈને લેવાયો નિર્ણય
રાજકોટ :છેલ્લા બે-ત્રણ દિવસથી રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. વરસાદથી રાહત થતા ખેડૂતોએ પોતાનો પાક વેચવાનો શરૂ કર્યો છે ત્યારે ફરીવાર વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. વાત એવી છે કે,રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં આવતા ચાર દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, તેને પગલે એલર્ટ થયેલા માર્કેટ યાર્ડના સત્તાધીશોએ વાતાવરણ સ્વચ્છ ન થાય ત્યાં સુધી મગફળીની આવકો પર પ્રતિબંધ રાખવાનો નિર્ણય લીધો છે.
રાજકોટ માર્કેટ યાર્ડ દ્વારા પણ આ નિર્ણય લેવામાં આવ્યો છે.માર્કેટ યાર્ડમાં મગફળી હોય અને માવઠું થાય તો નુકસાન થાય તેને ધ્યાનમાં રાખી આ વખતે આવક બંધ કરવાનો જ નિર્ણય લેવામાં આવ્યો છે
જો કે વરસાદની ઋતુ પૂર્ણ થયા બાદ ખેડૂતો પોતાનો પાક વેચવા માટે માર્કેટ યાર્ડમાં પહોંચ્યા હતા અને તેના કારણે તેમને સારી એવી આવક મળી રહે તેવી આશા સેવી રહ્યા હતા પણ રાજકોટ માર્કેટ યાર્ડમાં આ પ્રકારનો નિર્ણય લેવામાં આવતા હવે ખેડૂતોને થોડી મુશ્કેલીનો સમય સહન કરવો પડશે.
ઉલ્લેખનીય છે કે,આવા પ્રકારનો નિર્ણય મોરબીના માર્કેટ યાર્ડમાં પણ લેવામાં આવ્યો છે જેના કારણે થોડી મુશ્કેલીનો સામનો ખેડૂતોને સહન કરવો પડશે.