રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં મગફળીના ભાવમાં તેજી, 850થી 1050 સુધી બોલાયો ભાવ
- રાજકોના બેડી યાર્ડમાં મગફળીનો સારો ભાવ
- 850થી 1050 સુધી બોલાયો ભાવ
- ખેડૂતોને રાહત મળે તેવા સમાચાર
રાજકોટ: દિવાળી પછી હવે માર્કેટ ફરીવાર ધમધમવા લાગ્યું છે. દિવાળીમાં બજારોમાં પણ ભીડ સારી જોવા મળી છે ત્યારે હવે રાજકોટ શહેરમાં આવેલા બેડી બજારમાં પણ મગફળીનો સારો ભાવ બોલાયો છે. આ ભાવથી ખેડૂતોમાં થોડી રાહત પણ જોવા મળી છે.
આજે લાભ પાંચમના દિવસે રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં મગફળી, કપાસ સહિતના પાકની હરાજી શરૂ કરવામાં આવી છે. યાર્ડમાં મગફળીના 850 રૂપિયાથી લઇ 1050 સુધીના ભાવ બોલાઈ રહ્યા છે. આજે સવારે 10 વાગ્યે માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે. રજિસ્ટ્રેશન કરાવ્યું હોય તેવા ખેડૂતોને મેસેજ કરવામાં આવ્યા. આજે પણ જે ખેડૂતોને મેસેજ કરવામાં આવ્યો છે તેવા ખેડૂતોની જ મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે. આમ, સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લામાંથી રાજકોટ નવા યાર્ડમાં ખેડૂતો હરાજી દ્વારા મગફળી વેંચવા આવ્યા હતા..જોકે, ટેકાના ભાવે મગફળી ખરીદવા માટે રાજ્ય સરકારની તમામ તૈયારીઓ કરવામાં આવી છે પરંતુ ખેડૂતોમાં આ વર્ષે નિરસતા જોવા મળી રહી છે.