1. Home
  2. ગુજરાતી
  3. સિંગર આતિફ અસલમના 370 વિરોધના ટ્વિટ પર તેનાજ ફેન્સનો મૂહતોડ જવાબ
સિંગર આતિફ અસલમના 370 વિરોધના ટ્વિટ પર તેનાજ ફેન્સનો મૂહતોડ જવાબ

સિંગર આતિફ અસલમના 370 વિરોધના ટ્વિટ પર તેનાજ ફેન્સનો મૂહતોડ જવાબ

0
Social Share

સિંગર આતિફે  370 વિરુધ ટ્વિટ કર્યું

આતિફ અસલમના ટ્વિટ પર લોકોએ આપ્યો જવાબ

ચૌધરી ના બનો.પોતાનો દેશ જોવો

આર્ટીકલ 370 પર આતિફ થયો ટ્રોલ

ભારત સરકારે પોતાના રાજ્ય જમ્મુ-કાશમીરને પેલા વિશેષ અધિકારોને પાછા ખેંચી લેતા જમ્મુ-કાશમીરમાંથી અનુચ્છેદ 370ને હટાવ્યો છે, આ કલમ હટતાની સાથે જ ભારત દેશમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો તો પાકિસ્તાન  ભારત સરકારના આ નિરર્ણથી બોખલાય ગયુ છે અને આ નિર્ણયના વિરુદ્વમાં પાકિસ્તાન 370 હટાવવા પર ભારત દેશના વિરુદ્વ છે તો પાકિસ્તાનના કેટલાક સેલિબ્રિટીઓ પણ તેનો વિરોધ કરી ટ્વિટર પર ટ્વિટ કરી રહ્યા છે.

પાકિસ્તાની સિંગર આતિફ અસલમે જમ્મુ-કાશમીરમાં આર્ટિકલ 370 હટાવવાના વિરુધમાં ટ્વિટ કર્યું અને લખ્યું કે  “હું કઠોર શબ્દોમાં કાશમીરીઓના ખિલાફ કરવામાં આવી રહેલી હિંસા અને અત્યાચારની નિંદા કરુ છું , અલ્લાહ કાશમીર અને વિશ્વભરના નિર્દોષ લોકોના મદદ કરે” જે કો  વાત તેના ચાહકોને જરા પણ ગમી નહી અને આતિફને વળતો જવોબ મળ્યો.

આતિફ અસલમે કરેલી આ ટ્વિટને લઈને તેને લોકોનો સામનો કરવો પડી રહ્યો છે, અનેક ટ્વિટર યબઝર્સ તેને ટ્રોલ કરી રહ્યો છે. ત્યારે એક યૂઝર્સે રિ-ટ્વિટ કરતા કહ્યું કે, “હું પહેલી વાર તમે કરેલા કાશમીરી લોકો માટેના ટ્વિટથી અસહમત છું, મોદીજીએ કાશમીરી લોકો માટે ખુબ જ સારુ કર્યું છે, હું તમારો ફેન છું ,મહેરબાની કરીને તમે રાજનીતીમાં ન પડો ”

ત્યારે આતિફના ટ્વિટને રિ-ટ્વિટ કરતા બીજા યૂઝર્સે લખ્યું કે, “ હજ માટે જતા પહેલા આ રાજનીતીક બયાન આપવું દુખની વાત છે, હવે તેમને હિન્દી ફિલ્મોમાં કામ મળવામાં મુશ્કોલી ઊભી થશે ” આતિફના ફેન્સ તેને ચુપ રહેવાની સલાહ આપી રહ્યા છે.

આ વાતથી લઈને આતિફના કેટલાક પ્રસંશકો નારાઝ થયા છે ત્યારે અન્ય એક ટ્વિટર યબઝર્સે કહ્યુ કે “તમે પોતાનો દેશ સંભાળો બીજાના દેશમાં દખલ કરી ચૌધરી ન બનો ”

ઉલ્લેખનીય છે કે ફેમસ સિંગર આતિફ અસલમે કેટલીક બૉલિવૂડ ફિલ્મસમાં પોતાનો અવાજ આપ્ય છે પરંતુ ઊરીના હુમલા બાદ પાકિસ્તાની કલાકારોનું ભારતમાં કામ કરવા પર બેન લગાવવામાં આવ્યો છે , ભારત દેશમાં આતિફની ખુબ જ વધુ ફેન ફોલોઈંગ છે, આતિફે આપેલા રોમેન્ટક સોંગ્સ ખુબજ ફેમસ રહ્યા છે ત્યારે આતિફે સલમાન ખાન માટે કેટલાક સોંગ ગાયા છે ,જેને લઈને આતિફ ભારતીય લોકોનો ફેમસ સિંગર છે પર આ રિતે 370નો વિરોધ કરતા તેના જ ફેન્સ તેને ખરીખોટી સંભળાવી રહ્યા છે.

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code