1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદના કાંકરિયા લેક ફ્રન્ટ પર ફરવા જતાં લોકો હવે ઓન લાઈન ટિકિટ મેળવી શકશે,
અમદાવાદના કાંકરિયા લેક ફ્રન્ટ પર ફરવા જતાં લોકો હવે ઓન લાઈન ટિકિટ મેળવી શકશે,

અમદાવાદના કાંકરિયા લેક ફ્રન્ટ પર ફરવા જતાં લોકો હવે ઓન લાઈન ટિકિટ મેળવી શકશે,

0
Social Share

અમદાવાદઃ શહેરના કાંકરિયા લેક ફ્રન્ટ પર ફરવા માટે આવતા લોકોને ટિકિટ લેવા માટે લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડતું હતું, જેથી હવે એફલાઈન સાથે લોકો ઓનલાઈન ટિકિટ પણ મેળવી શકશે. આ સુવિધાથી કાંકરિયા ફરવા આવતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે, મ્યુનિ.કોર્પોરેશન દ્વારા આ નવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. કાંકરિયા લેક ફ્રન્ટમાં 12 વર્ષથી નીચે માટે પાંચ રૂપિયા અને 12 વર્ષથી ઉપરના માટે રૂ. 10 ટિકિટ લેવામાં આવે છે. કાંકરિયા પરિસર અને વિવિધ આકર્ષણમાં પણ પ્રવેશ માટે નાગરિકો ઓનલાઈન ટિકિટ મેળવી શકશે. કાંકરિયા લેકફ્રન્ટ દ્વારા ઓનલાઈન ટિકિટ માટે  www.kankarialaketickets.com વેબસાઈટ જાહેર કરવામાં આવી છે. મોબાઈલ એપ્લિકેશન AMC Sevaમાં Online TIcket Bookings સેકશન પરથી ઓનલાઈન ટિકિટ મેળવી શકશે.

એએમસીના સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરના  કાંકરિયા લેક ફ્રન્ટની મુલાકાત લેવા માગતા મુલાકાતીઓ કોઈ પણ સ્થળેથી ડિજિટલ માધ્યમ જેવા કે ડેબિટ કાર્ડ,  ક્રેડિટ કાર્ડ, મોબાઈલ ઇન્ટરનેટ બેંકિંગ, યુપીઆઈ વોલેટ, ફાસ્ટ ટેગ, કાર્ડ સ્વાઈપ, સ્કેચ, એનએફસીનો ઉપયોગ કરી ઓનલાઈન ટિકિટ ખરીદ કરી શકે તે માટે ઓનલાઈન ટિકિટ સેવા શરૂ કરી છે. જેમાં વેબસાઈટ અને એપ્લિકેશન પર ટિકિટ મેળવવા માટે મુલાકાતીએ તેઓનો મોબાઈલ નંબર, નામ તથા ઇ-મેઇલ આઇડીની વિગત આપવાની રહેશે. ત્યારબાદ જેની ટિકિટ લેવી હોય તેની પસંદગી કરી નાણાંની ચૂકવણી કર્યા બાદ ક્યુઆર કોડ સહિતની ટિકિટ જનરેટ થશે. આ ટિકિટ મુલાકાતીએ આપેલા મોબાઈલ નંબર પર પણ SMS દ્વારા મળશે. જેને કાંકરિયા લેક ફ્રન્ટ પરિસરના પ્રવેશદ્વાર પર પ્રવેશ મેળવતી વખતે બતાવી પ્રવેશ મેળવવાનો રહેશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે,  કાંકરિયા લેક ફ્રન્ટ ખાતે કુલ સાત પ્રવેશદ્વાર પરથી મુલાકાતીઓને પ્રવેશ આપવામાં આવે છે. મુલાકાતીઓને પ્રવેશ મેળવવા માટે જે-તે પ્રવેશ દ્વાર પર આવેલ ટિકિટબારીએથી નિયત કરેલ 12 વર્ષ સુધીના મુલાકાતી માટે વ્યક્તિદીઠ 5 રૂપિયા તેમજ 12 વર્ષથી મોટી ઉંમરના મુલાકાતી માટે વ્યક્તિ દીઠ 10 રૂપિયા મુજબ પ્રવેશ ફી ચૂકવી ટિકિટ લઈ પ્રવેશ મેળવવાનો હોય છે. આ ઉપરાંત કાંકરિયા લેક ફ્રન્ટ ખાતેના અન્ય આકર્ષણો જેવા કે કિડ્સ સિટી, પ્રાણી સંગ્રહાલય, બાલવાટિકા અને બટરફ્લાય પાર્કની મુલાકાત લેતા મુલાકાતીઓને નિયત કરેલી ફી ચૂકવી ટિકિટ ખરીદ કરવી પડતી હોય છે. હવે ઓનલાઈન સેવાથી મુલાકાતીઓનો સમય બચશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code