1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. દેશમાં ઉચ્ચ સપાટીએ પહોંચ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ – ક્રૂડ ઉત્પાદન ઘટવાથી હજુ ભાવ વધવાની શક્યતાઓ

દેશમાં ઉચ્ચ સપાટીએ પહોંચ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ – ક્રૂડ ઉત્પાદન ઘટવાથી હજુ ભાવ વધવાની શક્યતાઓ

0
Social Share
  • સતત વધી રહ્યા છે પેટ્રોલ-ડિલના ભાવો
  • ક્રૃડ ઉત્પાદનમાં કાપની અસર ભાવો પર પડી રહી છે

દિલ્લી: સમગ્ર દેશમાં છેલ્લા ઘણા દિવસોથી સતત પેટ્રોલ અને ડીઝલના ભાવો ભડકે બળી રહેલા જોઈ શકાય છે અને હવે આ ભાવ ઉચ્ચ સપાટી વટાવી ચૂક્યા છે, મુંબઇમાં પેટ્રોલના ભાવ 92 રૂપિયાની સપાટી વટાવી ચૂક્યા છે. અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 82.79 રૂપિયે અને ડીઝલ 81.45 લીટર વેંચાઈ રહ્યું છે.

પેટ્રોલ જિઝલના ભાવ વધવાનું કારણ ક્રૂડનું ઘચટેલું ઉત્પાદનને માનવામાં આવી રહ્યું છે, એક તરફ સતતવધતા જતા ભાવ છે તો બીજી તરફ ઓપેકના સંખ્યાબંધ સભ્ય દેશો દ્વારા ક્રૂડના ઉત્પાદનમાં કાપ મૂકવામાં આવતા આ ભાવો આસમાને પહોંચી શકે છે.

ક્રૂડના વધતા ભાવોની અસર પેટ્રોલ તથા ડીઝલ પર આગામી દિવસોમાં પણ જોવા મળે તો નવાઈ નહી હોય, આ પરિસ્થિતિમાં કેન્દ્ર દ્વારા એક્સાઇઝ અને રાજ્યો દ્વારા વેટ ઘટાડી આ ઈંઘણ લોકોને રાહતના દરે આપવામાં આવે તેવી સતત માંગ ઉછવા પામી છે.

સતત વધતા પેટ્રોલ અને ડીઝલના કારણે પરિવહન ખર્ચ સહિત સાર્વત્રિક મોંઘવારી વધતી રહેશે તો કોરોના પછી અર્થતંત્રને બેઠું કરવાના પ્રયાસોને મોટો ફટકો પડવાની શક્યતાઓ પણ રહેલી છે.

આ અઠવાડીયામાં ત્રીજી વખત પેટ્રોલ ડિઝલના ભાવોમાં વધારો નોંધાયો છે.મુંબઇમાં ડીઝલનો ભાવ રૂપિયા 82.40 થયો છે જ્યારે દિલ્હીમાં ડીઝલનો ભાવ લીટરે 75.63 થયો છે. આ ભાવો તેની સર્વોચ્ચ સપાટીએ છે.

ક્રૂડના ઉત્પાદનમાં કાપનો નિર્ણય લેનારા સાઉદી અરેબિયા, રશિયા તથા અન્ય ક્રૂડ ઉત્પાદક દેશોની ભારતે ઝાટકણી કાઢી હતી. સાઉદી અરેબિયાએ ફેબ્રુઆરી અને માર્ચમાં રોજના દસ લાખ બેરલ ઉત્પાદન કાપનો નિર્ણય કર્યો છે. રશિયા સહિતના અન્ય ક્રૂડ ઉત્પાદકોએ પણ કાપનો નિર્ણય લીધો છે. આ સમગ્ર બાબતને લઈને આવનારા દિવસોમાં હજુ પણ ભાવ વધે તેવી શક્યતાઓ છે.

-સાહીન

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code