1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. જામનગર નજીક પીરોટન ટાપુ ઓકટોબર સુધી પ્રવાસી માટે બંધ કરાયો,
જામનગર નજીક પીરોટન ટાપુ ઓકટોબર સુધી પ્રવાસી માટે બંધ કરાયો,

જામનગર નજીક પીરોટન ટાપુ ઓકટોબર સુધી પ્રવાસી માટે બંધ કરાયો,

0
Social Share

જામનગરઃ કચ્છ અને જામનગરના અખાતમાં આવેલા પીરોટન ટાપુ દરિયાઈ જીવ સૃષ્ટિનું સવર્ધન બની રહ્યો છે. અનેક પ્રવાસીઓ જીવસૃષ્ટિને નિહાળવા માટે આવે છે, તેમજ જુદીજુદી યુનિવર્સિટીના જીવ વિજ્ઞાનના વિદ્યાર્થીઓ પણ અભ્યાસ માટે ટાપુની મુલાકાતે આવતા હોય છે. ઘણા સમય સુધી પીરાટોન ટાપુ બંધ રહ્યા બાદ સરકારે પ્રવાસન માટે છૂટ આપી હતી. અને પ્રથમ સીઝનમાં અનેક પ્રવાસીઓ ટાપુની સહેલગાહે આવ્યા હતા.હવે આ મહિનાની શરૂઆતથી વન તંત્રએ ફરી નિયંત્રણો મૂકી દીધા છે. અને પ્રથમ સીઝન પૂર્ણ જાહેર કરવામાં આવી છે.વે ઓક્ટોબર માસમાં બીજા પ્રવાસન તબ્બકાનો પ્રારંભ થશે.બીજી સિઝનમાં ઓનલાઈન બુકિંગ  સિસ્ટમ લાગુ કરવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ જામનગર પાસે કચ્છના અખાતમાં આવેલ પીરાટોન ટાપુ  દરિયાઈ જીવ સૃષ્ટિનો મનભાવન આશરો છે. અહીં વિશ્વના મોટાભાગના કોરલનું સવર્ધન થાય છે.જેને લઈને પ્રકૃતિ પ્રેમી પ્રવાસીઓનો ઘસારો અહી રહેતો હતો.પરંતુ અહીંયા વધતી જતી ઘર્ષણકીય પ્રવૃતિઓને લઈને સરકારે નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ  મુક્યો હતો.વર્ષો સુધી પીરાટોન ટાપુ  બંધ  રહ્યા પછી એક માસ પૂર્વે ફરીથી પ્રવાસીઓ માટે ખુલ્લો મુકવામાં આવ્યો.મરીન વન તંત્રની દેખરેખ હેઠળ પારાટોન   પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો છે.દોઢ મહિના ઉપરાંત સુધી અહીં પ્રવાસીઓની આવન જાવન રહી જોવા મળી હતી.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, 26 જાન્યુઆરીથી માંડી 11 માર્ચ સુધી પ્રથમ સિઝનમાં નવ ટ્રીપ કરવામાં આવી.જેમાં અંદાજીત 800થી વધુ પ્રવાસીઓએ પ્રવાસ ખેડયો હતો, અપાયેલી છૂટથી વનવિભાગને 40 હજારથી વધુ આવક પણ થઈ છે. સાથે કોરલ જીવ સૃષ્ટિને અંત્યત નજીકથી નિહાળી હતી.આ મહિનાની શરૂઆતથી વન તંત્રએ ફરી નિયંત્રણો મૂકી દીધા અને પ્રથમ સીઝન પૂર્ણ જાહેર કરવામાં આવી છે. હવે ઓક્ટોબર માસમાં પુનઃ પ્રવાસન તબ્બકાનો પ્રારંભ થશે.બીજી સિઝનમાં ઓનલાઈન બુકિંગ  સિસ્ટમ લાગુ કરવામાં આવશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code