
ડુંગળી બાદ હવે ધાણાની પુષ્કળ આવક,ગોંડલ માર્કેટ યાર્ડની બહાર બંને બાજુ વાહનોની લાંબી કતાર લાગી
- ડુંગળી બાદ હવે ધાણાની પુષ્કળ આવક
- યાર્ડની બહાર બંને બાજુ 5-5 કિમી લાંબી વાહનોની લાઈન
- 20 કિલો ધાણાના ભાવ 1200થી 1900 રૂપિયા
રાજકોટ : ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની મબલખ આવક થઈ છે.યાર્ડ બહાર 1500થી 2000 ધાણા ભરેલા વાહનોની લાંબી લાઈન લાગી છે. યાર્ડની બંને તરફ 5-5 કિલોમીટર લાંબી લાઈન લાગી છે. 20 કિલો ધાણાના ભાવ 1200 રૂપિયાથી લઈને 1900 રૂપિયા સુધી બોલાય રહ્યા છે.
રાજકોટ સહિતના અનેક જિલ્લાના ખેડૂતો ગઇકાલ રાતથી જ ગોંડલ માર્કેટ યાર્ડ ખાતે ધાણાનો પાક લઈને પહોંચ્યા હતા.આ વર્ષે માર્કેટ યાર્ડમાં ગત વર્ષની સરખામણીએ ધાણાનો સારો ભાવ મળી રહ્યો છે. આથી ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી છે.
ઉલ્લેખનીય છે કે,ગોંડલ માર્કેટ યાર્ડ સૌરાષ્ટ્રનું મોટું માર્કેટ યાર્ડ માનવામાં આવે છે.આ વર્ષે ખૂબ સારો વરસાદ થયો હોવાથી સૌરાષ્ટ્રમાં અનેક ખેડૂતોએ ધાણાનું વાવેતર કર્યું હતું.આથી આ વર્ષે ધાણાનું મબલખ ઉત્પાદન પણ થયું છે.