1. Home
  2. ગુજરાતી
  3. બ્રિટનના પીએમ બોરિસ જોનસન ટૂંક સમયમાં ભારતની મુલાકાતે આવશે-પીએમ મોદીના આમંત્રણનો કર્યો સ્વીકાર
બ્રિટનના પીએમ બોરિસ જોનસન ટૂંક સમયમાં ભારતની મુલાકાતે આવશે-પીએમ મોદીના આમંત્રણનો કર્યો સ્વીકાર

બ્રિટનના પીએમ બોરિસ જોનસન ટૂંક સમયમાં ભારતની મુલાકાતે આવશે-પીએમ મોદીના આમંત્રણનો કર્યો સ્વીકાર

0
Social Share
  • પીએમ મોદીનું આમંત્રણ બ્રિટનના પીએમ એ સ્વિકાર્યું
  • ટૂંક સમયમાં આવશે ભારતની મુલાકાતે

 

દિલ્હીઃ- બ્રિટીશ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને આપણા દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભારત મુલાકાત માટેના આમંત્રણનો સ્વીકાર કર્યો છે. વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલાએ આ બાબતે મંગળવારે જણાવ્યું હતું કે, બ્રિટિશ વડા પ્રધાન સંજોગો રુપ પરવાનગી મળતાં જ તેમની મુલાકાતનું આયોજન કરશે.

ઉલ્લેખનીય છે કે પીએ મોદીએ સોમવારે બોરિસ જ્હોન્સનને COP26 ક્લાઈમેટ સમિટની બાજુમાં આમંત્રણ આપ્યું હતું. બંને નેતાઓએ ગ્રીન હાઇડ્રોજન, રિન્યુએબલ એન્ડ ક્લિન ટેક્નોલોજી, અર્થતંત્ર અને સંરક્ષણ જેવા ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગ વધારવાના માર્ગો પર ચર્ચાઓ કરી હતી.

બોરિસ જોનસન આ પહેલા આગળના વર્ષે જાન્યુઆરીમાં ગણતંત્ર દિવસની પરેડના મુખ્ય અતિથિ તરીકે ભારત આવવાના હતા, પરંતુ કોરોનાની સ્થિતિને કારણે તેમની મુલાકાત રદ કરવામાં આવી હતી. ગ્લાસગોમાં COP26 સમિટમાં મોદી અને બોરિસ જ્હોન્સન વચ્ચેની મુલાકાત બ્રિટિશ વડા પ્રધાનની બે વખત ભારત મુલાકાત રદ થયા પછી બંને નેતાઓ વચ્ચેની પ્રથમ વ્યક્તિગત વાતચીત થઈ હતી.

ઉલ્લેખનીય છે કે આ બંને નેતાઓએ જળવાયુ પરિવર્તનને ઘટાડવા માટે દ્વિપક્ષીય સહયોગ સહિત વિવિધ વિષયો પર ચર્ચા થઈ હતી. તે દરમિયાન વડા પ્રધાન મોદીએ જ્હોન્સનને ટૂંક સમયમાં ભારતમાં આવકારવાની તેમની ઈચ્છાનો પુનરોચ્ચાર કર્યો હતો, એમ એક સત્તાવાર રિલીઝમાં જણાવાયું છે

ત્યારે તેના બીજા જ દિવસે વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલાએ પુષ્ટિ કરી કે બ્રિટિશ વડા પ્રધાને આમંત્રણ સ્વીકાર્યું છે.આ બાબતથી વાકેફ લોકોના જણાવ્યા અનુસાર, પ્રમાણમાં ઓછી વાતચીતમાં મંતવ્યોનું આદાન-પ્રદાન અને દ્વિપક્ષીય સંબંધોનો સ્ટોક લેવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code