વિદેશમંત્રાલયઃ- યૂએઈમાં નવા રાજદૂત તરીકે સંજય સુધીરની પસંદગી કરાઈ,પવન કુમારનું સ્થાન લેશે
- યૂએઈમાં નવા રાજદૂત કરીકે સંજય સુધીપની નિમણૂક
- 1993ની બેચના ભઆરતીય વિદેશ સેવા અઘિકારી
- પૂર્વ રાજદૂત પવન કપૂરનું સ્થાન ગ્રહણ કરશે
દિલ્હીઃ- વરિષ્ઠ રાજદ્વારી સંજય સુધીરને મંગળવારના રોજ સંયુક્ત રબ અમીરાતમાં ભારતના રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે સંજય સુધીર વર્ષ। 1993 બેચના ભારતીય વિદેશ સેવા અધિકારી રહીવ ચૂક્યા છે અને હવે તેઓ પવન કપૂરનું સ્થાનગ્રહણ કરશે. આ સાથે જ કપૂરને રશિયામાં ભારતના રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયના નિવેદન અનુસાર, સુધીર ટૂંક સમયમાં જ પોતાના પદનો કાર્યભાર સંભાળશે.
બીજી તરફ, દિનેશ કે પટનાયકને સ્પેનમાં ભારતના નવા રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પટનાયક, 1990 બેચના IFS અધિકારી રહી ચૂક્યા છે, હાલમાં ભારતીય કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશનના ડિરેક્ટર જનરલ તરીકે સેવા આપી રહ્યા છે.
આ સાથે જ વરિષ્ઠ રાજદ્વારી પવન કપૂરને સોમવારે રશિયામાં ભારતના નવા રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ભારત અને રશિયા વચ્ચેના સંબંધોના વ્યૂહાત્મક સ્વભાવને ધ્યાનમાં રાખીને આ એક મોટી નિમણૂક માનવામાં આવે છે. કપૂર વર્ષ 1990 બેચના ભારતીય વિદેશ સેવા અધિકારી રહી ચૂક્યા છે અને અત્યાર સુધી સંયુક્ત આરબ અમીરાતમાં ભારતીય રાજદૂત હતા. વિદેશ મંત્રાલયે કહ્યું કે તેઓ ડી બાલા વેંકટેશ વર્માનું સ્થાન લેશે.