1. Home
  2. ગુજરાતી
  3. REVOઈમેગેઝિન
  4. Ghost Murmur અને ઇલેક્ટ્રોનનો Spin : વિજ્ઞાન અને કલ્પના
Ghost Murmur અને ઇલેક્ટ્રોનનો Spin : વિજ્ઞાન અને કલ્પના

Ghost Murmur અને ઇલેક્ટ્રોનનો Spin : વિજ્ઞાન અને કલ્પના

0
Social Share

તાજેતરના સમયમાં “Ghost Murmur” નામની એક રહસ્યમય ટેકનોલોજી અંગે ખૂબ ચર્ચા થઈ રહી છે. કહેવાય છે કે Central Intelligence Agency જેવી સંસ્થાએ તેનો ઉપયોગ કરીને દૂર ક્યાંક છુપાયેલા વ્યક્તિને માત્ર તેના હૃદયના ધબકારાના ચુંબકીય સંકેતો દ્વારા શોધી કાઢ્યો. આ વાત સાંભળવામાં ખૂબ આકર્ષક લાગે છે, જાણે કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મનો દ્રશ્ય હોય. પરંતુ જ્યારે આપણે આ દાવાને વિજ્ઞાનની નજરથી તપાસીએ ત્યારે હકીકત થોડુ અલગ જ દેખાય છે.

માનવીનું હૃદય જ્યારે ધબકે છે ત્યારે તે નાના ઇલેક્ટ્રિકલ સંકેતો ઉત્પન્ન કરે છે. આ સંકેતોને Electrocardiography દ્વારા માપી શકાય છે. આ ઇલેક્ટ્રિકલ પ્રવાહના કારણે ખૂબ નાનું ચુંબકીય ક્ષેત્ર પણ બને છે, જેને Magnetocardiography દ્વારા ઓળખી શકાય છે. પરંતુ અહીં સૌથી મહત્ત્વની વાત એ છે કે આ ચુંબકીય સંકેત અત્યંત નબળો હોય છે. એટલો નબળો કે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની સામે તે લગભગ ગાયબ થઈ જાય.

સંકેતો શોધવા અદ્યતન સાધનો

વિજ્ઞાનીઓએ આવા નબળા સંકેતોને શોધવા માટે અદ્યતન સાધનો વિકસાવ્યા છે, જેમ કે quantum magnetometers. આ ટેકનોલોજી Quantum Mechanics પર આધારિત છે અને ખૂબ નાના ચુંબકીય ફેરફારોને ઓળખી શકે છે. પરંતુ અહીં એક મર્યાદા છે. આ માપન માત્ર લેબોરેટરી જેવી નિયંત્રિત પરિસ્થિતિમાં અને ખૂબ નજીકના અંતરે જ શક્ય બને છે. કિલોમીટર જેટલા દૂર દૂરના અંતરે આવા સંકેતો શોધી કાઢવું લગભગ અશક્ય બની જાય છે.

Ghost Murmur and the Spin of Electrons: Science and Fantasy
Ghost Murmur and the Spin of Electrons: Science and Fantasy

આ સમજવા માટે એક મહત્વનો નિયમ છે જેને Inverse Cube Law કહેવામાં આવે છે. આ નિયમ મુજબ ચુંબકીય સંકેત અંતર વધતા ઝડપથી ઘટે છે. એટલે કે થોડા મીટર પછી જ સંકેત એટલો નબળો થઈ જાય છે કે તેને માપવો મુશ્કેલ બને છે, તો પછી કિલોમીટર દૂરથી તેને શોધવો આજના વિજ્ઞાન માટે શક્ય નથી.

અહીં Artificial Intelligence વિશે પણ વાત થાય છે. AI ખરેખર ખૂબ શક્તિશાળી છે અને મોટા પાયે ડેટામાંથી પેટર્ન શોધી શકે છે. પરંતુ એક મૂળભૂત સત્ય એ છે કે AI માત્ર તે જ વસ્તુ શોધી શકે છે જે વાસ્તવમાં અસ્તિત્વમાં હોય. જો ભૌતિકશાસ્ત્રના નિયમો અનુસાર સંકેત જ ગાયબ થઈ ગયો હોય તો AI તેને પાછું લાવી શકતું નથી.

આ બધું સમજ્યા પછી એવું લાગે છે કે “Ghost Murmur” કદાચ એક વધારેલી વાત અથવા misinformation હોઈ શકે. હકીકતમાં, આવા rescue missions માટે સામાન્ય રીતે satellite, radio signals, drones અને human intelligence જેવા સાધનોનો ઉપયોગ થતો હોય છે. એટલે આ ટેકનોલોજી હજી સુધી વિજ્ઞાન કરતાં વધુ કલ્પનાની દુનિયામાં જ છે.

ચુંબકીય સંકેત શું છે અને તે ક્યાંથી આવે છે?

હવે આ ચર્ચા દરમિયાન એક રસપ્રદ પ્રશ્ન ઊભો થાય છે કે આખરે ચુંબકીય સંકેત શું છે અને તે ક્યાંથી આવે છે. અહીં આપણે એક નાની પરંતુ ખૂબ જ મહત્વપૂર્ણ Quantum દુનિયામાં પ્રવેશ કરીએ છીએ, જ્યાં ઇલેક્ટ્રોનનો Spin મહત્વની ભૂમિકા ભજવે છે.

ઇલેક્ટ્રોનનો Spin Quantum Physics નો એક મૂળભૂત ગુણધર્મ છે. “Spin” શબ્દ સાંભળતા એવું લાગે કે ઇલેક્ટ્રોન ગોળ ગોળ ફરતો હશે, પરંતુ હકીકતમાં તે આવું નથી. સ્પીનએ એક જન્મજાત કવાન્ટમ ગુણધર્મ છે, જેને આપણે ક્લાસિકલ ફિઝિક્સથી સમજાવી શકતા નથી.

દરેક ઇલેક્ટ્રોન પાસે એક નાનું ચુંબકીય ક્ષેત્ર હોય છે. એટલે કે તે એક નાના મેગ્નેટની જેમ વર્તે છે. આ ચુંબકીય ગુણધર્મનું કારણ છે તેનો સ્પીન. ઇલેક્ટ્રોન માત્ર બે જ સ્થિતિમાં હોઈ શકે છે, જેને આપણે spin up અને spin down કહીએ છીએ. ગણિતમાં તેને +½ અને −½ તરીકે દર્શાવવામાં આવે છે. આ બતાવે છે કે કવાન્ટમની દુનિયામાં બધું સતત નહીં પરંતુ ચોક્કસ મૂલ્યોમાં જ હોય છે.

આ વાતને સમજાવવા માટે એક પ્રખ્યાત પ્રયોગ થયો હતો જેને Stern–Gerlach experiment કહે છે. આ પ્રયોગમાં વૈજ્ઞાનિકોએ જોયું કે કણો માત્ર બે જ દિશામાં વહેંચાય છે, જે સાબિત કરે છે કે Spin માત્ર બે જ સ્થિતિમાં હોઈ શકે છે.

Pauli Exclusion Principle

એક એટમમાં બે ઇલેક્ટ્રોન એક સાથે રહી શકે છે, પરંતુ એક મહત્વની શરત સાથે, જેને Pauli Exclusion Principle કહેવામાં આવે છે. આ નિયમ મુજબ બંને ઇલેક્ટ્રોનના સ્પીન વિપરીત હોવા જોઈએ. એટલે એક ઉપર અને બીજો નીચે. આ કારણે તેમની ચુંબકીય અસર એકબીજાને રદ કરી દે છે.

આ નાનો કવાન્ટમ ગુણધર્મ આપણા જીવનમાં મોટા પાયે અસર કરે છે. MRI જેવી મેડિકલ ટેકનોલોજી, ક્વોન્ટમ કોમ્પ્યુટરસ અને ચુંબકીય પદાર્થો બધું ઇલેક્ટ્રોનના સ્પીન પર આધારિત છે. એટલે કે જે નાનો કવાન્ટમ કંપાસ છે તે આખી ટેકનોલોજી દુનિયાનો આધાર બની જાય છે.

આ સમગ્ર ચર્ચાનો સાર એ છે કે “Ghost Murmur” જેવી કલ્પનાઓ આપણને આકર્ષે છે, પરંતુ વિજ્ઞાન આપણને સાચી દિશા બતાવે છે. અને આ દિશામાં, ઇલેક્ટ્રોનનો સ્પીન અને કવાન્ટમ ફિઝિક્સ જેવી હકીકતો જ આપણને સાચી સમજ આપે છે. ટેકનોલોજી કેટલીય આગળ વધી જાય, છતાં ભૌતિકશાસ્ત્રના નિયમો હંમેશા અંતિમ સત્ય રહેશે.
******

ધનંજય રાવલ, અંકુર હોબી સેન્ટર
ધનંજય રાવલ, અંકુર હોબી સેન્ટર
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code