ગાંધીનગર, 3 મે 2026: Coolers installed for patients પાટનગર ગાઁધીનગરમાં પણ કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને ગરમીમાં શેકાવું ન પડે તે માટે તંત્ર એક્શનમાં આવ્યું છે. બપોરના સમયે તાપમાનનો પારો ઊંચો જતાં હોસ્પિટલમાં દાખલ દર્દીઓ અને તેમના સગાઓની હાલત કફોડી બની જતી હોય છે, હોસ્પિટલના સત્તાધીશો દ્વારા દર્દીઓની સુવિધા માટે મોટા પાયે કૂલરની વ્યવસ્થા કરવામાં આવી છે.
ગાંધીનગર સિવિલ હોસ્પિટલના અલગ-અલગ વોર્ડમાં 40 જેટલા મોટા કૂલર લગાવી દેવામાં આવ્યા છે. દરેક વોર્ડની જરૂરિયાત મુજબ ત્યાં 3 થી 4 કૂલરની ફાળવણી કરવામાં આવી છે, જેથી દર્દીઓ અને તેમના સગા-સંબંધીઓને લૂ અને ગરમીથી બચાવી શકાય. હોસ્પિટલના સત્તાધીશોએ તમામ વિભાગો અને વોર્ડમાં રૂબરૂ તપાસ કરાવી હતી કે હજુ ક્યાં કૂલરની સુવિધા વધારવાની જરૂર છે. આ સર્વેના અંતે એવું તારણ આવ્યું કે હોસ્પિટલના બાકીના ભાગોને આવરી લેવા માટે હજુ વધુ 30 મોટા કૂલરની જરૂરિયાત છે. આ માટે તંત્ર દ્વારા તાત્કાલિક ખરીદીની પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી છે અને આ 30 નવા કૂલર પણ ટૂંક સમયમાં જ સિવિલ હોસ્પિટલમાં આવી જશે.
સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટના કહ્યુ હતું કે, અમારો મુખ્ય હેતુ દર્દીઓને શ્રેષ્ઠ સુવિધા આપવાનો છે. ગરમીને કારણે કોઈ પણ વ્યક્તિને હોસ્પિટલમાં અગવડ ન પડવી જોઈએ. જરૂર પડશે તો આગામી દિવસોમાં હજુ પણ વ્યવસ્થા વધારવામાં આવશે. એક તરફ ગરમી પોતાનો મીજાજ બતાવી રહી છે. ત્યારે હોસ્પિટલમાં દાખલ દદ્દીઓને પણ ગરમીમાંથી રાહત મળે તે માટે સિવિલમાં વધુ કૂલર મુકવાનો નિર્ણય લેવાયો છે.


