1. Home
  2. ગુજરાતી
  3. REVOઈમેગેઝિન
  4. ઝડપી જીવનની સાથે સ્ટ્રેસ(તણાવ) એ આધુનિક જીવનનો પડકાર છે
ઝડપી જીવનની સાથે સ્ટ્રેસ(તણાવ) એ આધુનિક જીવનનો પડકાર છે

ઝડપી જીવનની સાથે સ્ટ્રેસ(તણાવ) એ આધુનિક જીવનનો પડકાર છે

0
Social Share

આજની ભાગદોડ ભરેલી જિંદગીમાં દરેક વ્યક્તિ એ ‘સ્ટ્રેસ’ (Stress) શબ્દ આપણા જીવનનો પર્યાય બની ગયો છે. મનોવિજ્ઞાનની દૃષ્ટિએ જ્યારે બાહ્ય પરિસ્થિતિઓ વ્યક્તિની સહન કરવાની ક્ષમતા કરતા ઘટી જતી હોય છે ત્યારે માનસિક રીતે ખેંચતાણ અનુભવાય છે ત્યારે ‘સ્ટ્રેસ’ કહેવામાં આવે છે.

આજે વિધ્યાર્થીના જીવનથી લઈને વૃદ્ધ વ્યક્તિ પણ સ્ટ્રેસનો સામનો કરી રહ્યું છે. સામાન્ય અનુભવાતો સ્ટ્રેસ એ સારો બની શકે છે પરંતુ જે તીવ્ર(ક્રોનિક) રીતે અનુભવાતો સ્ટ્રેસ એ શારીરિક ની સાથોસાથ માનસિક સમસ્યાઓ પણ શોધી લાવે છે. એવા ઘણાં કિસ્સાઓ આપણે સાંભળ્યા છે કે સ્ટ્રેસને પરિણામે કોઈને હાર્ટ એટેક, ડાયાબિટીસ કે બ્લડપ્રેશર જેવી સમસ્યા થયેલી હોય. ક્યારેક વડીલો પાસેથી સાંભળીએ છીએ કે  હાલની યુવાપેઢીમાં હવે ધીરજ અને પરિસ્થિતિને પહોંચી વળવાની ક્ષમતામાં ઘટાડો થઈ રહ્યો છે. અને તે આજે સાચું પણ પડી રહ્યું હોય તે કહેવામાં અને સમજવામાં નવાઈ નહીં હોય..

મનોવિજ્ઞાન અનુસાર જો સ્ટ્રેસને સમજી તો તે ત્રણ રીતે ઉદભવે છે:

  • હતાશા (Frustration): જ્યારે વ્યક્તિ પોતાના લક્ષ્ય સુધી પહોંચી શકતી નથી ત્યારે તે હતાશા અનુભવે છે. દા.ત. સખત મહેનત પછી પણ પરીક્ષામાં ધાર્યું પરિણામ ન મળવું.
  • સંઘર્ષ (Conflict): જ્યારે વ્યક્તિ પાસે બે સરખા મહત્વના વિકલ્પો હોય અને તેમાંથી એકની પસંદગી કરવાની હોય ત્યારે નિર્ણાયલક્ષી સમસ્યા ઉભી થાય છે.
  • દબાણ (Pressure): અન્ય લોકોની અપેક્ષાઓ અથવા સમયમર્યાદા (Deadline) ને કારણે વ્યક્તિ જ્યારે સતત કામના ભાર હેઠળ રહે છે ત્યારે દબાણ અનુભવાય છે.

વ્યક્તિને અલગ અલગ પરિસ્થિતિના પરિણામે તેને સ્ટ્રેસ અનુભવાતો હોય છે પરંતુ તેની અસર એક કારણની બીજા કારણ ઉપર પણ થતી જોવા મળતી હોય છે જો સ્ટ્રેસના ઉદભવસ્થાનો વિશે વાત કરી તો તે..

  • વ્યવસાયિક: કાર્યસ્થળ પર કામનું ભારણ, બોસ સાથેના સંબંધો કે નોકરીની અસલામતી.
  • કૌટુંબિક: પરિવારમાં થતા ઝઘડા, જવાબદારીઓનો બોજ કે આર્થિક સંકડામણ.
  • સામાજિક: સમાજમાં દેખાદેખી પરિસ્થિતિ, સોશિયલ મીડિયા દ્વારા ઊભું થતું દબાણ.

સ્ટ્રેસને મેનેજમેન્ટ કરવા માટેની નીચે જણાવેલી ટેકનિકને અનુસાર આપણી દિનચર્યાનો ભાગ બનાવવું જરૂરી છે.     

  • અઠવાડિયામાં ચાર – પાંચ દિવસ કસરત – યોગ કરવા માટે ૩૦ થી ૪૫ મિનિટ માટેનો સમય કાઢો
  • પોતાના માટે ડાયરી લખવાની ચાલુ કરો. જેમાં દૈનિક જીવનમાં થતી સારી ઘટનાઓ માટે પોતાની જાતની પ્રશંસા કરો, યુનિવર્સલનો આભાર માનો.
  • તમારા જીવનમાં માઇનડફૂલનેસ પ્રવૃતિને ભાગ બનાવો. માઇન્ડફૂલનેસ પ્રવૃત્તિ એ મગજમાં આવેલા જ્ઞાનતંતુઓના કાર્યમાં વધારો કરે છે. વિચાર પ્રક્રિયાને શાંત અને નિયંત્રિત કરવા માટે મહત્વનો ભાગ ભજવે છે.
  • તમારો સમય વિધાયક વ્યક્તિઓ સાથે પસાર કરો. આપણે ક્યારેક તેમના જેવી કેટલીક વિધાયક પ્રવૃત્તિઓ કરવા માટે પ્રેરતા હોઈએ છીએ. ગુજરાતીમાં એક કહેવત છે ને કે જેવો ‘સંગ તેવો રંગ’. આપણા જીવનમાં કેટલાક વિધાયક બદલાવ લાવવા હોય તો તેના માટે આપણો સમય વિધાયક વ્યક્તિઓ સાથે પસાર કરવો ખૂબ જ જરૂરી છે
  • ઉચ્ચ ગુણવતા સાથેની પૂરતી ઊંઘ લો. સંશોધનો સૂચવે છે કે તંદુરસ્ત વ્યક્તિએ સાત થી નવ કલાકની ઊંઘ લેવી એ તેના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે લેવી ખૂબ જ આવશ્યક છે.
  • સકારાત્મક પ્રવૃત્તિ કરવા માટે સમય કાઢો. જ્યારે સકારાત્મક પ્રવૃત્તિ તરફ સમય પસાર કરીએ છીએ ત્યારે આપણા મગજમાં આવેલા જ્ઞાનતંતુઓમાં વિધાયક અસર થતી જોવા મળે છે સકારાત્મક પ્રવૃત્તિઓમાં આપણી મનગમતી પ્રવૃત્તિનો સમાવેશ થઈ શકે છે જેમાં મ્યુઝિક સાંભળવું, આર્ટ બેઝ એક્ટિવિટીઝ કરવી, લેખન કાર્ય કરવું, મનપસંદ પુસ્તકનું વાંચન કરવું જેવી અનુકૂળ પ્રવૃત્તિ કરી શકાતી હોય છે.
  • વિધાયક વિચારો અને મનોવલણો ને અપનાવો. વિધાયક વિચારો અને મનોવલણો માટે એક મહાવરાની પ્રવૃત્તિ કરવી એ આવશ્યક છે ચોક્કસ પ્રવૃત્તિ અને મહાવરાના પરિણામે આપણે વિધાયક વિચાર અને મનોવલણો આપણા વ્યક્તિત્વમાં સર્જી શકીએ છીએ અને તેનું ઘડતર કરી શકીએ છીએ.
  • My Time” (મારો સમય) ની લાગણીઓ વિકસાવવી જરૂરી છે સ્ટ્રેસ મેનેજમેન્ટમાં સૌથી મહત્વની બાબત છે કે પોતાની જાત સાથે સમય વિતાવવો. દિવસમાં ઓછામાં ઓછી ૩૦ મિનિટ એવી રાખો જેમાં તમે કોઈ પણ ગેજેટ્સ (મોબાઈલ/ટીવી) વગર ફક્ત પોતાની સાથે હોવ. આ સમય તમને આત્મ-નિરીક્ષણ કરવામાં અને માનસિક શાંતિ મેળવવામાં મદદ કરતી હોય છે.

સ્ટ્રેસ એ જીવનનો એક અનિવાર્ય ભાગ છે. જો આપણે યોગ્ય સમયે તેને ઓળખીએ અને સકારાત્મક પગલાં લઈએ, તો તે આપણી પ્રગતિમાં અવરોધ બનવાને બદલે એક સકારાત્મક શીખ બની શકે છે. આપણે પરિસ્થિતિને પ્રત્યક્ષીકૃત કરવાની પ્રક્રિયાને સમજવી જરૂરી છે.

મન:મર્મ: આપણા નૈતિક મૂલ્યો અને રોજીદા જીવનની અંદર અનુભવાતી માનસિક અડચણો સાથે સમાધાન કર્યા વગર સંતુલિત જીવનશૈલી અપનાવીને આપણે ચોક્કસપણે ‘સ્ટ્રેસ-ફ્રી’ જીવન તરફ આગળ વધી શકીએ છીએ.

ડૉ. ચિન્મય દેસાઈ, મનોવિજ્ઞાની
ડૉ. ચિન્મય દેસાઈ, મનોવિજ્ઞાની

લેખ વિશે તમારાં મંતવ્ય અહીં જણાવો – dr.chinmaypsychologist@gmail.com

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code