Homeગુજરાતીગુજરાતઅમદાવાદમાં RTE હેઠળ પ્રથમ રાઉન્ડમાં 13622 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવાયો

અમદાવાદમાં RTE હેઠળ પ્રથમ રાઉન્ડમાં 13622 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવાયો

અમદાવાદ, 6 મે 2026: 13622 students were allotted admission under RTE શહેરમાં ઓછી આવક ધરાવતા ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને રાઇટ ટુ એજ્યુકેશન એટલે કે, RTE હેઠળ ખાનગી શાળાઓમાં પ્રવેશ આપવા માટેનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થઈ ગયો છે. પ્રથમ રાઉન્ડમાં કુલ 38,334 જેટલા બાળકોને પ્રવેશ ફાળવાયો છે, જે બાળકોને પ્રવેશ મળ્યો છે. તેના વાલીઓએ આગામી 12 તારીખ સુધીમાં  ખાનગી શાળાનો સંપર્ક કરીને પ્રવેશ કન્ફર્મ કરાવવાનો રહેશે. ત્યારબાદ 12 તારીખ પછી ખાલી રહેલી સીટો પર બીજા રાઉન્ડની શરૂઆત કરવામાં આવશે, જેમાં વિદ્યાર્થીઓએ ફરીથી ફોર્મ ભરવાના રહેશે.

અમદાવાદ શહેર શિક્ષણાધિકારી (DEO)  રોહિત ચૌધરીએ જણાવ્યું કે, ‘અમદાવાદ શહેરમાં 38,333 જેટલા ફોર્મ એપ્રુવ થયા હતા, જે પૈકી 14,200 બેઠકોની સામે અમે પ્રથમ રાઉન્ડમાં 13,622 વિદ્યાર્થીઓને બેઠકો ફાળવી છે. આ એલોટ થયેલા વિદ્યાર્થીઓએ 12 તારીખ સુધીમાં પોતાનો પ્રવેશ મેળવી લેવાનો રહેશે તેવી સૂચના આપવામાં આવી છે. 14,200માંથી બાકી રહેલી બેઠકો અને જે વિદ્યાર્થીઓ એડમિશન નહીં લે તેમની બેઠકો ભેગી કરીને, સરકાર અને પ્રાથમિક શિક્ષણ નિયામકની સૂચના મળે તે પ્રમાણે 12 તારીખ પછી અમે બીજો રાઉન્ડ જાહેર કરીશું.’

 RTEમાં પ્રવેશ પ્રક્રિયાને લઈને વાલીઓ તરફથી એવી ફરિયાદો મળી રહી છે કે શાળાઓ દ્વારા વધારાના ડોક્યુમેન્ટ માંગવામાં આવે છે. આ અંગે તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે શાળાઓએ માત્ર ફોર્મમાં ભરેલી વિગતો જ ચકાસવાની રહેશે અને કોઈ વધારાના ડોક્યુમેન્ટ માંગવાના નથી. જો શાળાઓ વધારાના ડોક્યુમેન્ટ માંગીને એડમિશન આપવામાં કોઈ પણ પ્રકારની કચાશ રાખશે, તો તે બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં. વધુમાં, જો કોઈ શાળાને વાલીની આવક મર્યાદા વધુ હોવાની શંકા જણાય, તો તેમણે તે અંગે નક્કી કરેલી ચોક્કસ પદ્ધતિ મુજબ જ કાર્યવાહી કરવાની રહેશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular