
ચંદ્રયાન 3ને લઈને બ્રિક્સ સમિટમાં પીએમ મોદી આકર્ષણ બન્યા, અનેક નેતાઓએ ભારતની આ સિદ્ધીની પાઠવી શુભેચ્છાઓ
દિલ્હીઃ- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્રિક્સ સમિટમાં હાજરી આપવા સાઉછથ આફ્રિકાની મુલાકાતે છે ત્યારે વિતેલા દિવસે ચંદ્રયાન 3 ના લેન્ડિંગ વખતે તેઓ આફ્રીકામાં હોવાથી દરેક નેતાઓના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. વિતેલા દિવસને બુધવારે બ્રિક્સ સમિટ દરમિયાન ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડિનર કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદી આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા. ભારતના ચંદ્રયાન-3 મિશનની સફળતા પછી, વિશ્વભરના નેતાઓએ પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા હતા.વડાપ્રધાન મોદી પણ ચંદ્રયાન મિશનની સફળતાથી ખૂબ જ ઉત્સાહિત દેખાતા હતા.
https://twitter.com/narendramodi/status/1694445804310659481?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1694445804310659481%7Ctwgr%5E2599c7b0585f2de5341fc14d4076308f854001ce%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fndtv.in%2Findia%2Ftop-world-leaders-congratulate-pm-modi-on-the-success-of-indias-moon-mission-4324327
ઉલ્લેખનીય છે કે ભારતીય અંતરિક્ષ એજન્સી ઈસરોનું ચંદ્રયાન-3 મિશન સફળ રહ્યું છે. મિશનનું લેન્ડર વિક્રમ બુધવારે ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડ થયું હતું. રોવર પ્રજ્ઞાન પણ લેન્ડર વિક્રમમાંથી સફળતાપૂર્વક બહાર નીકળી ગયું છે. અમેરિકા, રશિયા અને ચીન બાદ ભારત આ સિદ્ધિ મેળવનાર વિશ્વનો ચોથો દેશ બની ગયો છે. આ સાથે જ ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે.આ સિદ્ધી માટે ગઈકાલે બ્રિક્સ સમિટ બાદ પીએમ મોદીને અનેક નેતાઓ શુભેચ્છાઓ પાઠવી હતી.
https://twitter.com/narendramodi/status/1694446283874853021?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1694446283874853021%7Ctwgr%5E2599c7b0585f2de5341fc14d4076308f854001ce%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fndtv.in%2Findia%2Ftop-world-leaders-congratulate-pm-modi-on-the-success-of-indias-moon-mission-4324327
જાણકારી પ્રમાણે મોટાભાગના લોકોની નજર માત્ર પીએમ મોદી પર હતી કારણ કે વિતેલા દિવસે ભારતે ઈતિહાસ રચ્યો હતો મોટાભાગના નેતાઓ પીએમ મોદીને મળ્યા હતા અને મિશનની સફળતા બદલ અભિનંદન પાઠવી રહ્યા હતા. આમાં બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના પણ સામેલ હતા.
tags:
pm modi