પીએમ મોદીએ અભિનંદન પાઠવ્યા, જવાબમાં નેપાળના નવા વડાપ્રધાને શું કહ્યું? જાણો
કાઠમંડુ, 28 માર્ચ, 2026: પીએમ નરેન્દ્ર મોદીએ નેપાળના નવ નિયુક્ત વડાપ્રધાન બાલેન શાહને અભિનંદન પાઠવ્યા છે. તેના જવાબમાં નેપાળના પીએમઓ તરફથી પણ સકારાત્મક પ્રતિભાવ આપવામાં આવ્યો છે.
નેપાળના વડાપ્રધાન કાર્યાલયે ઓક્ટોબર 2025 પછી પોતાની પ્રથમ પોસ્ટ કરી છે. આ પ્રથમ પોસ્ટમાં નેપાળે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે. સાથે જ ભારત સાથેના સંબંધોને મજબૂત કરવાની ઉત્સુકતા જાહેર કરી છે. નેપાળના વડાપ્રધાન કાર્યાલયે પોતાના X પર લખ્યું છે કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી, તમારા સ્નેહભર્યા શબ્દો અને હાર્દિક શુભેચ્છાઓ બદલ આભાર. હું આપણા બંને દેશો વચ્ચેના બહુઆયામી સંબંધોને આગળ વધારવા અને આપણા લોકોની સમૃદ્ધિ માટે તમારી સાથે મળીને કામ કરવા ઉત્સુક છું.”
Thank you, PM @narendramodi for your kind words and warm wishes. I am eager to work closely with you to advance the multifaceted relations between our two countries for the common prosperity of our people. https://t.co/0YWdh8Jj36
— PMO (@PM_nepal_) March 28, 2026
પીએમ મોદીએ નેપાળના નવા વડાપ્રધાન બાલેન્દ્ર શાહને જીતની અભિનંદન પાઠવ્યા
Warm congratulations to Mr. Balendra Shah on being sworn in as the Prime Minister of Nepal.
Your appointment reflects the trust reposed in your leadership by the people of Nepal. I look forward to working closely with you to take India-Nepal friendship and cooperation to even…
— Narendra Modi (@narendramodi) March 27, 2026
આ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળના નવા વડાપ્રધાન બાલેન્દ્ર શાહને જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા અને ભારત-નેપાળના સંબંધોને મજબૂત કરવા તથા સહયોગ વધારવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમણે X પર લખ્યું હતું કે, “નેપાળના વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કરવા બદલ શ્રી બાલેન્દ્ર શાહ જીને હાર્દિક અભિનંદન. તમારી નિમણૂક નેપાળના લોકો દ્વારા તમારા નેતૃત્વમાં મૂકવામાં આવેલા વિશ્વાસને દર્શાવે છે. હું ભારત-નેપાળની મિત્રતા અને સહયોગને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે તમારી સાથે મળીને કામ કરવા ઉત્સુક છું, જેથી આપણા બંને દેશોના લોકોને લાભ મળી શકે.”


