ત્રીજી વખત વિશ્વ વિજેતા બનનાર ટીમ ઈન્ડિયાને પીએમ મોદીએ પાઠવી શુભેચ્છાઓ
અમદાવાદ, 9 માર્ચ 2026: ભારતીય ક્રિકેટ ટીમે રવિવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી ફાઈનલમાં ન્યુઝીલેન્ડને 96 રને હરાવીને T20 વર્લ્ડ કપ 2026 નો ખિતાબ પોતાના નામે કર્યો છે. ભારત પોતાની ધરતી પર T20 વર્લ્ડ કપ જીતનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. ટીમ ઈન્ડિયાની આ ભવ્ય જીત પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ટીમને ‘ચેમ્પિયન્સ’ કહીને નવાજ્યા હતા.
પીએમ મોદીએ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, “ટીમ ઈન્ડિયાએ સાબિત કરી દીધું છે કે દ્રઢ સંકલ્પ, સંયમ અને આત્મવિશ્વાસનો સંગમ જ સફળતાનો મૂળમંત્ર છે. આ જીત દર્શાવે છે કે સખત પરિશ્રમથી કોઈ પણ લક્ષ્ય હાંસલ કરી શકાય છે.” વડાપ્રધાને એક વિશેષ સંસ્કૃત શ્લોક પણ શેર કર્યો હતો, “अभीप्सां स्वात्मनो रक्षाऽविरतं सुस्थिरं तया। यत्नमातिष्ठ धैर्येण ततः सिद्धिर्भवेद् ध्रुवम्।” જેનો અર્થ થાય છે કે જે વ્યક્તિ ઉન્નતિ ઈચ્છે છે તેણે ધૈર્ય અને દ્રઢ નિશ્ચય સાથે સતત પ્રયત્ન કરવો જોઈએ, જેનાથી સફળતા ચોક્કસ મળે છે.
આ પણ વાંચોઃ ન્યૂઝીલેન્ડને હરાવી સતત બીજી વખત વિશ્વવિજેતા બનનાર ટીમ ઇન્ડિયા પૈસાનો વરસાદ


