1. Home
  2. ગુજરાતી
  3. પીએમ મોદી એ ગણેશ ચતુર્થીના પર્વની દેશવાસીઓને શુભેચ્છા ઓ પાઠવી
પીએમ મોદી એ ગણેશ ચતુર્થીના પર્વની દેશવાસીઓને શુભેચ્છા ઓ પાઠવી

પીએમ મોદી એ ગણેશ ચતુર્થીના પર્વની દેશવાસીઓને શુભેચ્છા ઓ પાઠવી

0

દિલ્હીઃ દેશભરમાં આજે ગણેશચતુર્થીનો પર્વ મનાવાઈ રહ્યો છે ત્યારે દેશમાં ઠેર ઠેર ગણપતિની સ્થાપનાનું આોજન પણ થઈ રહ્યું છે આજના આ પાવન પ્રવ પર પ્રઘાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાશીઓને શુભેચ્છાઓ પાઠવી છે.

માહિતી અનુસાર પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ગણેશ ચતુર્થી અંગે એક પોસ્ટ શેક કરી હતી. પોસ્ટમાં તેમણે લખ્યું- દેશભરમાં મારા પરિવારના સભ્યોને ગણેશ ચતુર્થીની શુભેચ્છા. સમગ્ર દેશમાં મારા પરિવારના સભ્યોને ગણેશ ચતુર્થીની શુભકામનાઓ.

આ સાથે જ પીએમ એ લખ્યું છે કે વિઘ્નહર્તા-વિનાયકની ઉપાસના સાથે જોડાયેલો આ પવિત્ર તહેવાર તમારા બધાના જીવનમાં સૌભાગ્ય, સફળતા અને સમૃદ્ધિ લઈને આવે. ગણપતિ બાપ્પા મોર્યા! રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિએ પણ લોકોને શુભેચ્છા પાઠવી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.