
પીએમ મોદીએ ITUની એરિયા ઑફિસ અને ઇનોવેશન સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું – 6Gનું વિઝન લેટર કર્યું લોંચ
- પીએમ મોદીએ ITUની એરિયા ઑફિસ અને ઇનોવેશન સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું
- પીએમ મોદી એ આ સહીત 6Gનું વિઝન લેટર કર્યું લોંચ
દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ ઓજરોજ બુધવારે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે આયોજિત એક કાર્યક્રમમાં ભારતમાં આંતરરાષ્ટ્રીય ટેલિકોમ્યુનિકેશન યુનિયનની નવી પ્રાદેશિક કચેરી અને ઇનોવેશન સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું.
એટલું જ નહી આજના આ દિવસે પીએમ મોદીના હસ્તે ભારત 6G વિઝન ડોક્યુમેન્ટ નું અનાવરણ કરવામાં આવ્યું હતું અને 6G સંશોધન અને વિકાસ કેન્દ્ર પણ શરૂ કરવામાં આવ્યું હતું.આ દરમિયાન પીએમ મોદીએ સંબોધન પણ કર્યું જેમાં તેમણે ઘણા મહત્વના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રીત કર્યું હતું.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 6G R&D ટેસ્ટ બેડ લોન્ચ કર્યું અને ભારત 6G વિઝન ડોક્યુમેન્ટ વિશે વાત કરી. પીએમ મોદીએ કહ્યું, “મને ખુશી છે કે નવા વર્ષના પ્રથમ દિવસે (હિન્દુ કેલેન્ડર) ભારતમાં ટેલિકોમ્યુનિકેશન, આઈસીટી અને સંબંધિત નવીનતા સાથે એક નોંધપાત્ર શરૂઆત થઈ રહી છે.
આ સહીત પીએમ મોદીએ એમ પણ કહ્યું કે ટેલિકોમ ટેક્નોલોજી એ માત્ર શક્તિ બતાવવાનો એક માર્ગ નથી, પરંતુ તે લોકોને સશક્ત બનાવવાનું એક મિશન છે. ભારતમાં 125 શહેરોમાં 5G કનેક્શન શરૂ થયા છે. ભારતમાં સમગ્ર દેશમાં 100 5G લેબ બનાવવામાં આવશે.
માહિતી પ્રમાણે આજના આ સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે આજે ભારત જી-20 બેઠકની અધ્યક્ષતા કરી રહ્યું છે અને પ્રાદેશિક અંતર ઘટાડવા અમારી પ્રાથમિકતા છે. તકનીકી વિભાજનને દૂર કરવામાં વૈશ્વિક દક્ષિણની મહત્વપૂર્ણ ભૂમિકા છે.
આ સાથે જ આઈટીયુ પર દ્યાન કેન્દ્તી કરતા જણાવ્યું કે આઈટીયુ એરિયા ઓફિસ અને ઈનોવેશન સેન્ટર આમાં ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે વધુમાં તેમણે કહ્યું કે ભારતમાં દર મહિને 800 કરોડ રૂપિયાની UPI આધારિત ચૂકવણી થાય છે. દરરોજ 70 મિલિયન ઈ-ઓથેન્ટિકેશન થાય છે. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા નાગરિકોના બેંક ખાતામાં રૂ. 28 લાખ કરોડથી વધુ મોકલવામાં આવ્યા છે. 5G લોન્ચ થયાના 6 મહિનાની અંદર, અમે 6G ટેક્નોલોજી વિશે વાત કરી રહ્યા છે જે ભારતનો આત્મવિશ્વાસ દર્શાવે છે.