
પીએમ મોદીએ અત્યાધુનિક ડેરીનું કર્યુ ઉદ્ઘાટન – કહ્યું, ‘બનાસ ડેરી આત્મનિર્ભરનું શ્રેષ્ઠ ઉદાહરણ’, જામનગરમાં બપોરે કરશે રોડ-શો
- પીએમ મોદીએ બનાસ ડેરીનું ઉગદ્ધાટન કર્યુપં
- બનાસ ડેરીને આત્મનિર્ભરનું શ્રેષ્ઠ ઉદાહરણ ગણાવી
અમદાવાદઃ- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવ્યા છે. આજે તેમનો આ મુલાકાતનો રાજ્યમાં બીજો દિવસ છે આજના દિવસે પીએમ મોદીએ બનાસકાંઠામાં સ્થિત બનાસ ડેરી સંકુલમાં અત્યાધુનિક ડેરી સંકુલનું ઉદ્ઘાટન કર્યું હતું વડાપ્રધાન મોદી આજેWHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનો શિલાન્યાસ પણ કરશે. તે ગુજરાતના જામનગરમાં આવેલુંઆત્મનિર્ભરનું ઉદાહરણ ગણાવ્યું હતું.
પીએમ મોદી પણ આજે બનાસ ડેરી પહોંચ્યા હતા. પીએમ મોદીએ ટ્વીટ કર્યું કે હું ફરી એકવાર બનાસ ડેરીમાં આવીને ખુશ છું. મેં છેલ્લે 2016માં ડેરીની મુલાકાત લીધી હતી. તે સમયે ડેરી ઉત્પાદનોની શ્રેણી શરૂ કરવામાં આવી હતી. મેં 2013માં ડેરીની મુલાકાત પણ લીધી હતી.
બનાસકાંઠાના દિયોદરના સનોદરમાં 30 લાખ લીટર દૂધની ક્ષમતા ધરાવતા પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. જે 610 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા ફૂલ્લી ઓટોમેટેડ સનાદર ડેરી છે અહીં દરરોજ 48 ટન બટાકાના ઉત્પાદનની ક્ષમતાની ચીજોનું ઉત્પાદન થઈ શકે તેવા પ્લાન્ટનું પીએમ મોદીના હસ્તે ઉદ્ઘાટન થયું છે.આ દરમિયાન પીએમ મોદીએ પોતાના ભાષણમાં કહ્યું કે બનાસ ડેરી આત્મનિર્ભરનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
પીએમ મોદી બપોરે જામનગરમાં યોજશે રોડ-શો
આ બાબતે આયુષ મંત્રાલયે માહિતી આપી હતી કે જામનગરમાં WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનો શિલાન્યાસ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે મોરેશિયસ પ્રવિંદ જુગનાથ, WHOના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ ઘેબ્રેયસસ પણ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત PM મોદી બપોરે 1.30 વાગ્યે જામનગરમાં રોડ શો કરશે. આ પછી PM મોદી સાંજે 5 વાગ્યે અમદાવાદમાં રોડ શો કરશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન વૈશ્વિક સ્વાસ્થ્યને આગળ વધારવા માટે પરંપરાગત દવાઓનો ઉપયોગ કરવાના પ્રયાસોને મજબૂત બનાવશે.