Homeગુજરાતીપેઇન્ટિંગમાં નિપુણતા મેળવનાર આયુષ કુંડલ સાથે પીએમ મોદીએ કરી મુલાકાત

પેઇન્ટિંગમાં નિપુણતા મેળવનાર આયુષ કુંડલ સાથે પીએમ મોદીએ કરી મુલાકાત

  • પીએમ મોદીએ આયુષની પેન્ટીંગના કર્યા વખાણ
  • સોશિયલ મીડિયામાં પીએમ આયુષને કરે છે ફોલો

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ​​કલાકાર આયુષ કુંડલ સાથે મુલાકાત કરી હતી. તેમણે કહ્યું કે આયુષ કુંડલને મળવું મારા માટે અવિસ્મરણીય ક્ષણ છે. તેમણે લોકોને દિવ્યાંગ કલાકારના ચિત્રો જોવા માટે પણ વિનંતી કરી છે.

ટ્વીટ્સની શ્રેણીમાં, પ્રધાનમંત્રીએ કહ્યું; “આજે @aayush_kundal ને મળવું એ મારા માટે એક અવિસ્મરણીય ક્ષણ બની. આયુષે જે રીતે પેઇન્ટિંગમાં નિપુણતા મેળવી અને તેના અંગૂઠા વડે તેની લાગણીઓને આકાર આપ્યો તે દરેક માટે પ્રેરણારૂપ છે. અવિરત પ્રેરણા મળતી રહે, તેથી હું તેને Twitter પર ફોલો કરી રહ્યો છું.”

“હું તમને બધાને @aayush_kundalની પેઈન્ટિંગ જોવાની વિનંતી કરું છું. આયુષે તેની પેઇન્ટિંગ માટે એક YouTube ચેનલ પણ બનાવી છે, જેમાં તેના જીવનના વિવિધ રંગો છે.”

સંબંધિત લેખો

Most Popular