
કોરોનાની સ્થિતને લઈને પીએમ મોદી 20 જુલાઈએ બન્ને ગૃહના નેતાઓ સમક્ષ પોતાની વાત રજૂ કરશે
- 20 જુલાઈના રોજ પીએમ મોદી પોતાની વાત રજુ કરશે
- આ સમયે બન્ને ગૃહોના નેતાઓ હાજર રહેશે
દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોનાની ત્રીજી લહેરની વાતો એ જોર પકડ્યું છે, કોરોના મહામારીને કારણે વિરોધી પક્ષ સરકાર પર અવારનવરા પ્રહાર કરતો જોવા મળે છે, તો બીજી તરફ પીએમ મોદી કોરોના સામેની લડતમાં સતત સરકારની પ્રશંસા કરતા હોય છે.ત્યારે હવે આજ શ્રેણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે એટલે કે 20 જુલાઈને મંગળવારના રોજ સંસદના બંને ગૃહોના તમામ પક્ષોના નેતાઓને દેશની કોરોનાની પરિસ્થિતિ એક રજૂઆત આપી શકે છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે પીએમ મોદી કોરોનાની સ્થિતિ મામલે તમામ પક્ષોના નેતાઓ સાથે ચર્ચા કર્યા બાદ પ્રેઝન્ટેશનનો સમય નક્કી કરશે. તે જ સમયે સંસદના ચોમાસા સત્ર પહેલા રવિવારે સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં સંસદીય બાબતોના મંત્રી પ્રલાહદ જોશીએ જાહેરાત કરી હતી કે મોદી 20 જુલાઈએ બંને ગૃહોના સભ્યોને સંબોધન કરશે અને મહામારી અંગે વાતચીતમાં પોતાની રજૂઆત કરશે.
પીએમ મોદીએ સંસદમાં ચર્ચા માટે સહમતિ દર્શાવી હતી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદના ચોમાસું સત્ર પૂર્વે રવિવારે બોલાવેલ સર્વપક્ષીય બેઠકમાં જણાવ્યું હતું કે સરકાર સંસદમાં વિવિધ મુદ્દાઓ પર સ્વસ્થ અને સાર્થક ચર્ચાઓ કરવા માટે તૈયાર છે. સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ વડા પ્રધાનના નિવેદનને અદભૂત ગણાવતા કહ્યું હતું કે તેમણે ગૃહમાં વિવિધ પક્ષોના નેતાઓને કહ્યું કે સરકાર નિયમો અને પ્રક્રિયા હેઠળ ઉઢાવવામાં આવેલા મુદ્દાઓ પર સ્વસ્થ અને ફળદાયી ચર્ચા માટે તૈયાર છે.
આ સર્વપક્ષીયની મળેલી બેઠકમાં 33 પક્ષોએ ભાગ લીધો હતો. આમાં વડા પ્રધાને કહ્યું કે લોક પ્રતિનિધિઓ, ખાસ કરીને વિપક્ષોના સૂચનો મૂલ્યવાન છે, કારણ કે તેઓ ચર્ચાને સમૃધ્ધ બનાવે છે. સંસદના ચોમાસુ સત્રના એક દિવસ પહેલા સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમાં વિવિધ પક્ષોના નેતાઓ હાજર રહ્યા હતા.