1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા નેશનલ મેટ્રોલોજી કોન્કલેવમાં ઉદ્દઘાટન સંબોધન કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા નેશનલ મેટ્રોલોજી કોન્કલેવમાં ઉદ્દઘાટન સંબોધન કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા નેશનલ મેટ્રોલોજી કોન્કલેવમાં ઉદ્દઘાટન સંબોધન કરશે

0
Social Share
  • ‘નેશનલ એટોમિક ટાઇમસ્કેલ’ નું લોકાર્પણ
  • પીએમ મોદી વીડીયો કોન્ફરન્સિંગ દ્વારા કરશે સંબોધન
  • પીએમ સાથે કેન્દ્રીય મંત્રી ડો.હર્ષવર્ધન પણ રહેશે ઉપસ્થિત

દિલ્લી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે નેશનલ મેટ્રોલોજી કોન્કલેવનું ઉદ્દઘાટન કરશે. વડાપ્રધાન મોદી આ દરમિયાન વીડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંબોધિત પણ કરશે.આ કાર્યક્રમની થીમ હશે- ‘રાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટે મેટ્રોલોજી’.પ્રધાનમંત્રી કાર્યાલયથી મળેલી જાણકારી મુજબ આ પ્રસંગે પીએમ મોદી નેશનલ એટોમિક ટાઇમસ્કેલ અને ભારતીય નિર્દેશક દ્રવ્ય દેશને સમર્પિત કરશે.

વડાપ્રધાન મોદી આજે રાષ્ટ્રીય પર્યાવરણ માનક પ્રયોગશાળાનો શિલાન્યાસ પણ કરશે. વડાપ્રધાન મોદી સવારે 11 વાગ્યે કાર્યક્રમને સંબોધિત કરશે. નેશનલ એટોમિક ટાઇમસ્કેલ ભારતીય માનક સમયને 2.8 નેનોસેકંડની ચોકસાઈ સાથે વર્ણવે છે.

ભારતીય નિર્દેશક દ્રવ્ય આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે લેબમાં પરીક્ષણ અને માપવામાં સહયોગ આપી રહ્યું છે. રાષ્ટ્રીય પર્યાવરણીય સંબંધી માનક પ્રયોગશાળા,આસપાસની હવા અને ઓદ્યોગિક ઉત્સર્જન નિરીક્ષણ સાધનોના પ્રમાણપત્રમાં આત્મનિર્ભરતામાં મદદ કરશે.

આ પ્રસંગે વડાપ્રધાન મોદી સાથે કેન્દ્રીય મંત્રી ડો.હર્ષવર્ધન પણ ઉપસ્થિત રહેશે. વૈજ્ઞાનિક અને ઓદ્યોગિક સંશોધન પરિષદ-રાષ્ટ્રીય ભોતિક પ્રયોગશાળા નેશનલ મેટ્રોલોજી કોન્ક્લેવ 2021નું આયોજન કરે છે. તેની સ્થાપનાના 75 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે.

_દેવાંશી

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code