1. Home
  2. ગુજરાતી
  3. “મૅરિટાઇમ સલામતી વધારવી: આંતરરાષ્ટ્રીય સહકાર માટેનો એક વિષય” પર યુએનએસસી ઉચ્ચ સ્તરીય ખુલ્લી ચર્ચાની વડાપ્રધાન અધ્યક્ષતા કરશે
“મૅરિટાઇમ સલામતી વધારવી: આંતરરાષ્ટ્રીય સહકાર માટેનો એક વિષય” પર યુએનએસસી ઉચ્ચ સ્તરીય ખુલ્લી ચર્ચાની વડાપ્રધાન અધ્યક્ષતા કરશે

“મૅરિટાઇમ સલામતી વધારવી: આંતરરાષ્ટ્રીય સહકાર માટેનો એક વિષય” પર યુએનએસસી ઉચ્ચ સ્તરીય ખુલ્લી ચર્ચાની વડાપ્રધાન અધ્યક્ષતા કરશે

0
Social Share

દિલ્લી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે 9મી ઑગસ્ટે ભારતીય સમયાનુસાર સાંજે 5:30 કલાકે વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી “મૅરિટાઇમ સલામતી વધારવી-આંતરરાષ્ટ્રીય સહકાર માટેનો એક વિષય” પર ઉચ્ચ સ્તરીય ખુલ્લી ચર્ચાની અધ્યક્ષતા કરશે.

સંયુક્ત રાષ્ટ્રોની સલામતી પરિષદના (યુએનએસસી) સભ્ય દેશોના રાષ્ટ્ર અને સરકારના કેટલાક વડાઓ અને યુએન વ્યવસ્થા અને ચાવીરૂપ પ્રાદેશિક સંસ્થાઓના ઉચ્ચ સ્તરીય બ્રીફર્સ દ્વારા આ મીટિંગમાં ઉપસ્થિતિની અપેક્ષા છે. આ ખુલ્લી ચર્ચા મૅરિટાઇમ ગુના અને અસલામતીનો અસરકારક મુકાબલો કરવાના ઉપાયો અને મૅરિટાઇમ ક્ષેત્રે મજબૂત સંકલન પર ધ્યાન કેન્દ્રીત કરશે.

મૅરિટાઇમ સલામતી અને મૅરિટાઇમ અપરાધનાં વિવિધ પાસાં સંગે યુએન સલામતી પરિષદે ચર્ચા કરી છે અને ઠરાવો પસાર કર્યા છે. તેમ છતાં, આ પહેલી વાર છે કે આવી એક ઉચ્ચ સ્તરીય ખુલ્લી ચર્ચામાં વિશિષ્ટ કાર્યસૂચિની વસ્તુ તરીકે મૅરિટાઇમ સલામતી પર સાકલ્યવાદી રીતે ચર્ચા થશે. મૅરિટાઇમ સલામતીનાં વિષમ પાસાંઓને કોઇ એક દેશ એકલો પહોંચી વળી ન શકે એ જોતાં, સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિમાં એક સાકલ્યવાદી રીતે આ વિષય પર વિચાર કરવાનું અગત્યનું છે. મૅરિટાઇમ સલામતીને એક સર્વગ્રાહી અભિગમે મૅરિટાઇમ ક્ષેત્રે પરંપરાગત અને બિનપરંપરાગત ભયનો મુકાબલો કરતી વખતે કાયદેસરની મૅરિટાઇમ પ્રવૃત્તિઓનું રક્ષણ અને સમર્થન કરવું જોઇએ.

સિંધુ ખીણ સંસ્કૃતિના સમયથી જ ભારતના ઇતિહાસમાં મહાસાગરોએ એક મહત્વનો ભાગ ભજવ્યો છે. આપણો સાંસ્કૃતિક સ્વભાવ મહાસાગરોને વહેંચાયેલી શાંતિ અને સમૃદ્ધિના સમર્થકર્તા તરીકે જુએ છે એના આધારે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 2015માં ‘સિક્યુરિટી એન્ડ ગ્રોથ ફોર ઑલ ઇન ધી રિજિયન’નું ટૂકૂં નામ સાગરના વિઝનને આગળ મૂકશે. આ વિઝન મહાસાગરોના ટકાઉ ઉપયોગ માટે સહકારી પગલાંઓ પર ધ્યાન કેન્દ્રીત કરે છે અને પ્રદેશમાં સલામત, નિર્ભય અને સ્થિર મૅરિટાઇમ ક્ષેત્ર માટે એક માળખું પૂરું પાડે છે. મૅરિટાઇમ જીવસૃષ્ટિ, મૅરિટાઇમ સંસાધનો; ક્ષમતા નિર્માણ અને સંસાધનોની વહેંચણી; આપત્તિના જોખમને ઘટાડવું અને વ્યવસ્થાપન; વિજ્ઞાન, ટેકનોલોજી અને શૈક્ષણિક સહકાર; અને વેપાર જોડાણ અને મૅરિટાઇમ સલામતી સહિતના મૅરિટાઇમ સલામતીના સાત સ્તંભો પર ધ્યાન કેન્દ્રિત આ પહેલ પર  2019માં ઈસ્ટ એશિયા સમિટ ખાતે આ ઇન્ડો-પેસિફિક ઑશન્સ ઈનિશ્યટિવ (આઇપીઓઆઇ) દ્વારા વધુ છણાવટ કરવામાં આવી હતી.

શ્રી નરેન્દ્ર મોદી યુએન સલામતી પરિષદની ખુલ્લી ચર્ચાનું પ્રમુખપદ સંભાળનારા પહેલા ભારતીય વડાપ્રધાન હશે. આ કાર્યક્રમનું સંયુક્ત રાષ્ટ્રોની સલામતી પરિષદની વૅબસાઇટ પર જીવંત પ્રસારણ થશે અને ભારતીય સમયાનુસાર સાંજે 5:30 કલાકથી/ન્યૂ યોર્ક સમયાનુસાર સવારે 8:00 કલાકથી નિહાળી શકાશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code