
- આજે રાજકોટ ખાતે એઇમ્સનું ઇ-ખાતમૂહર્ત
- પીએમ મોદી દિલ્હીથી કરશે વર્ચ્યુઅલ ખાતમૂહર્ત
- મુખ્યમંત્રી સહિતના મહાનુભવોની રહેશે ઉપસ્થિતિ
રાજકોટ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજે રાજકોટ એઈમ્સ હોસ્પિટલનું ખાતમૂહર્ત કરવામાં આવશે. નરેન્દ્ર મોદી તેનું ખાત મૂહર્ત ઈલેક્ટ્રોનિક માધ્યમથી કરશે. ગુજરાત રાજ્યની પ્રથમ એવી એઈમ્સ હોસ્પિટલ એ રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓનું સપનું સાકાર થવા બરાબર છે.
જાણકારો માની રહ્યા છે કે રાજકોટમાં એઈમ્સનું નિર્માણ થવાથી સૌરાષ્ટ્રમાં મેડિકલ ક્ષેત્રે વધારે વિકાસ થશે. ગુજરાતની પહેલી એઇમ્સ વર્ષ 2022 સુધીમાં કાર્યરત થવાનો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે. વીડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી પીએમ મોદી એઇમ્સનું ખાતમૂહર્ત કરશે.આ તકે મુખ્યમંત્રી સહિતના મહાનુભવો ઉપસ્થિતિ રહેશે. 200 એકરમાં 17 જેટલા બિલ્ડીંગો બનાવવામાં આવશે.
એઈમ્સની સાથે સાથે 71 હજાર સ્કવેર મીટરમાં 750 બેડની હોસ્પિટલ નિર્માણ પામશે. મેડિકલ કોલેજ નર્સિંગ કોલેજ અને એડમીન બિલ્ડીંગ તૈયાર કરાશે 22,500 સ્કવેર મીટરમાં બનેલું હશે. 2500 સ્કવેર મીટરમાં ઓડિટોરિયમ અને કોંફરન્સ હોલ તૈયાર કરાશે.
250 વ્યક્તિ માટે નાઇટ શેલટર તૈયાર કરાશે જે 3700 સ્કવેર મીટરમાં ફેલાયેલું હશે અને સાથે સાથે 650 સ્કવેર મીટરમાં 14 રૂમનું ગેસ્ટહાઉસ તૈયાર કરાશે. 12000 સ્કવેર મીટરમાં વિવિધ કેટેગરીના આવાસ તૈયાર કરાશે અને 7400 સ્કવેર મીટરમાં 312 વિદ્યાર્થી ક્ષમતાની પી.જી.હોસ્ટેલ તૈયાર થશે.
5750 સ્કવેર મીટરમાં 240 બોયઝ અને 240 ગર્લ્સ ક્ષમતાની યુ.જી હોસ્ટેલ તૈયાર કરાશે.
સરકારે 1730 સ્કવેર મીટરમાં ડાઇનિંગ હોલ તૈયાર કરવાની પણ તૈયારી કરી છે અને 4000 સ્કવેર મીટરમાં વર્કિંગ નર્સિંગ હોસ્ટેલનું નિર્માણ કરવાનો પ્લાન બનાવ્યો છે. 4500 સ્કવેર મીટરમાં 288 છાત્રો નર્સિંગ હોસ્ટેલ નિર્માણ પામશે. 250 સ્કવેર મીટરમાં શોપિંગ કોમ્પ્લેક્ષ, રેસ્ટોરન્ટ, રમતગમત માટે સ્પોર્ટ કોમ્પ્લેક્ષનું પણ નિર્માણ કરાશે.
મહત્વની વાત તો એ છે કે એઇમ્સ બનવાથી 5000 લોકોને રોજગારીની નવી તક મળશે. હવે લોકોને સારવાર અર્થે બહાર નહીં જવું પડે, લોકોને અહી જ સારવાર મળી રહેશે. તેમજ ઓછા દરે સારવાર ઉપલબ્ધ થશે.
-દેવાંશી