
- પીએમ મોદી ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરશે 18 હજાર કરોડ
- પીએમ મોદી 12 વાગ્યે 6 રાજ્યોના ખેડૂતો સાથે કરશે સંવાદ
- કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર પણ રહેશે ઉપસ્થિત
દિલ્લી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોરે 12 વાગ્યે પીએમ કિસાન સન્માન નિધિ યોજના માટે રીતીસર ચુકવણી કરીને રકમ ખેડૂતોના ખાતામાં મોકલશે. આ અંતર્ગત 9 કરોડ ખેડૂતોના ખાતામાં 18000 કરોડ રૂપિયા મોકલવામાં આવશે. પીએમ મોદી દેશના 6 રાજ્યોના ખેડુતો સાથે વર્ચુઅલ સંવાદ પણ કરશે.
નોંધપાત્ર વાત એ છે કે, આજે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ પણ છે. પીએમ કિસાન યોજના માટેની આ 7મી વખત રીતીસરની ચુકવણી કરશે. આ ઉપરાંત ખેડૂત આંદોલનને ધ્યાનમાં રાખીને પીએમ મોદી દેશના 6 રાજ્યોના ખેડુતો સાથે વર્ચુઅલ સંવાદ પણ કરશે. આમાં ખેડુતો આ યોજના વિશે તેમના અનુભવો જણાવશે અને સરકારના અન્ય ખેડૂત કલ્યાણ કાર્યક્રમો વિશે પણ અભિપ્રાય આપશે. આ દરમિયાન કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર પણ ઉપસ્થિત રહેશે.
વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં પીએમ મોદી 9 કરોડથી વધુ લાભાર્થી ખેડૂત પરિવારોના ખાતામાં રૂ. 18 હજાર કરોડથી વધુ ટ્રાન્સફર કરશે.
ખેડૂતોના ખાતામાં રીતીસર ચુકવણી કરીને રકમ મોકલવા પર પીએમ મોદીએ ગુરુવારે ટિ્વટ કર્યું કે,’દેશના દાતાઓ માટે આવતી કાલનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. બપોરે 12 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 9 કરોડથી વધુ ખેડૂત પરિવારોને પીએમ-કિસાનની રીતીસર ચુકવણીની રકમનો લહાવો મળશે. આ પ્રસંગે ઘણા રાજ્યોના ખેડુત ભાઈ-બહેન સાથે પણ વાતચીત કરશે.
નોંધનીય છે કે, પીએમ કિસાન યોજનાના માધ્યમથી કેન્દ્રની મોદી સરકાર ખેડૂતોના ખાતામાં દર ચાર મહિને 2 હજાર રૂપિયાની રીતીસરની ચુકવણીની રકમ જમા કરે છે. એક વર્ષમાં કુલ 6 હજાર રૂપિયા ખેડુતોના ખાતામાં મોકલવામાં આવે છે. આ યોજના 1 ડિસેમ્બર 2018 ના રોજ અમલમાં આવી છે. આ નાણાં સીધા ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર થાય છે.
-દેવાંશી