Homeગુજરાતીદેશ-વિદેશPM મોદી ડિસેમ્બરમાં કેનેડાના પ્રવાસે જશે: વ્યાપારિક અને વ્યૂહાત્મક સંબંધોને નવી ઊંચાઈ...

PM મોદી ડિસેમ્બરમાં કેનેડાના પ્રવાસે જશે: વ્યાપારિક અને વ્યૂહાત્મક સંબંધોને નવી ઊંચાઈ આપવા સમજુતી પર ભાર

નવી દિલ્હી, 16 ઓક્ટોબર 2026: ભારત અને કેનેડા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા અને સહયોગની નવી તકો શોધવાના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેનેડાની મુલાકાતે જશે. વડાપ્રધાન મોદી 11 અને 12 ડિસેમ્બર 2026 ના રોજ કેનેડાના પ્રવાસે રહેશે. આ સત્તાવાર પ્રવાસની પુષ્ટિ કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની દ્વારા કરવામાં આવી છે, જ્યારે ઓટાવા સ્થિત ભારતીય હાઈકમિશન દ્વારા પણ આ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી છે.

આ મુલાકાત દરમિયાન બંને દેશોના નેતાઓ વ્યાપાર, ઊર્જા, ટેકનોલોજી, સુરક્ષા અને લોકો વચ્ચેના પરસ્પર સંબંધો જેવા મહત્વના ક્ષેત્રોમાં નક્કર પરિણામો મેળવવાની દિશામાં ચર્ચા કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘એક્સ’ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “ભારત અને કેનેડા સાથે મળીને વધુ સ્થિર અને સમૃદ્ધ વિશ્વના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે.”

બંને દેશોના વડાપ્રધાન કાર્યાલય દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, બંને નેતાઓએ ‘કોમ્પ્રીહેન્સિવ ઈકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ’પરની વાટાઘાટોને વહેલી તકે પૂર્ણ કરવાની તેમની પ્રતિબદ્ધતા દોહરાવી છે. આ આર્થિક કરાર પૂર્ણ થવાથી 2030 સુધીમાં ભારત અને કેનેડા વચ્ચેના દ્વિપક્ષીય વેપારને બમણો કરવામાં મોટી મદદ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

આ અગાઉ, કેનેડાના વિદેશ મંત્રી અનીતા આનંદે નવી દિલ્હીમાં વડાપ્રધાન મોદી અને વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં વેપાર, રોકાણ અને સુરક્ષા ક્ષેત્રે વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત કરવા પર ચર્ચા થઈ હતી. આ સિવાય, કનાડાઈ વેપાર મંત્રી મનિંદર સિદ્ધુના નેતૃત્વમાં ભારતના પ્રવાસે આવેલા ‘ટીમ કેનેડા ટ્રેડ મિશન’નું પણ બંને દેશોના નેતાઓએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular