
પીએમ મોદી આજે બ્રિટનમાં યોજાય રહેલી જી7 સમિટનો બનશે ભાગઃ- ડિજીટલ માધ્યમથી કરશે સંબોધન
- પીએમ મોદી જી7 સમિટનો બનશે ભાગ
- ડિજીટલ માધ્યમથી કરશે સંબોધન
દિલ્હીઃ- કોરોના મહામારી દરમિયાન દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અનેક સમિટ કે સભાને ઓનલાઈન સંબોધન કરતા જોવા ણળ્યા છે ત્યારે હવે આજે પીએમ મોદી ડિજિટલ માધ્યમ દ્વારા જી 7 સમિટને સંબોધન કરશે.
વડા પ્રધાન મોદી 12 અને 13 જૂનના રોજ જી7 સમિટના ડિજિટલ આઉટરીચ સત્રોમાં ભાગ લેશે.આ બાબતે વિદેશ મંત્રાલયે વિતેલા મહિના દરમિયાન કહ્યું હતું કે મોદી દેશની કોરોનાવાયરસની જે મહામારીનીવર્તમાન પરિસ્થિતિ છે તેને ધ્યાનમાં રાખીને જી 7 શિખર સંમેલનમાં ભાગ લેવા બ્રિટન જશે નહીં.
જી 7ના સમૂહમાં યુકે, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટલીલી, જાપાન અને યુ.એસ.નો સમાવેશ થાય છે,જી 7 ના અધ્યક્ષ તરીકે, બ્રિટન એ ભારત, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ કોરિયા અને દક્ષિણ આફ્રિકાને સમિટમાં આમંત્રણ આપ્યું છે.
બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોહ્ન્સનને શુક્રવારે કોર્નવોલમાં જી -7 શિખર સંમેલનની શરૂઆતમાં જાહેરાત કરી હતી કે બ્રિટન આવતા વર્ષ સુધીમાં વિશ્વમાં કોરોના વેક્સિનના 100 મિલિયન ડોઝ પહોંચાડશે.
આ જી 7 સમિટના ઔપચારિક સત્ર પૂર્વે, જોહ્ન્સનને મહામારીને હરાવવા માટે મોટા પગલાં લેવાનું વચન આપ્યું હતું. યુકે, યુએસએ, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી અને જાપાન તેમજ યુરોપિયન યુનિયન અને ભારત, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા અતિથિ દેશો તરીકે ભાગ લઈ રહ્યા છે.
બ્રિટન સપ્ટેમ્બરના અંત સુધીમાં વિશ્વના સૌથી ગરીબ દેશો માટે 5 મિલિયન ડોઝ ઉપલબ્ધ કરાવશે , બ્રિટનના પીએમ જોહ્ન્સનને કહ્યું હતું કે, બ્રિટન આવતા વર્ષે વધુ 9.5 કરોડ ડોઝઉપલબ્ધ કરાવશે . તેમાંથી, 80 ટકા ડોઝ સંયુક્ત રાષ્ટ્રની પહેલ ‘કોવેક્સ’ ને મોકલવામાં આવશે. જ્હોનને કહ્યું કે જી -7 શિખર સંમેલનમાં, હું આશા રાખું છું કે સાથી નેતાઓ પણ આ જ સંકલ્પ વ્યક્ત કરશે જેથી આવતા વર્ષના અંત સુધીમાં સમગ્ર વિશ્વમાં રસીકરણની પ્રક્રિયા પુરી થઈ અનેકોરોના વાયરસમાં સલામતીનું વાતાવરણ ઉદ્ભવે.