1. Home
  2. ગુજરાતી
  3. પીએમ મોદી આજથી બે દિવસની કેરળ અને કર્ણાટકની મુલાકાતે- અનેક યોજનાઓનું કરશે ઉદ્ધાટન અને શિલાન્યાસ
પીએમ મોદી આજથી બે દિવસની કેરળ અને કર્ણાટકની મુલાકાતે- અનેક યોજનાઓનું કરશે ઉદ્ધાટન અને શિલાન્યાસ

પીએમ મોદી આજથી બે દિવસની કેરળ અને કર્ણાટકની મુલાકાતે- અનેક યોજનાઓનું કરશે ઉદ્ધાટન અને શિલાન્યાસ

0
Social Share
  • પીએમ મોદી બે દિવસ કેરળની મુલાકાતે
  • મેટ્રોની રાખશે આઘારશીલા
  • અનેક યાજનાઓનું કરશે ઉદ્ધાટન

દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી અવાર નવાર દેશના રાજ્યોની મુાલાકત લેતા હોય છે ત્યારે આજથી એટલે કે 1લી સપ્ટેમ્બરથી પીએમ મોદી બે દિવસની કેરળની મુલાકાતે જઈ રહ્યા છે,વડાપ્રધાન નરેન્દ્ર મોદી  કેરળની તેમની 2 દિવસીય મુલાકાત આજથી શરૂ કરશે.

વડાપ્રધાન કોચી મેટ્રો રેલ પ્રોજેક્ટના બીજા તબક્કાના શિલાન્યાસ અને ભારતના પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંતના કમિશનિંગ સહિતના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.મેંગલુરુમાં આશરે 3 હજાર 800 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.

PM મોદી આજે 1લી  સપ્ટેમ્બરના રોજ જાહેર સભાને સંબોધિત કરીને અને આદિ શંકરાચાર્ય જન્મભૂમિ ક્ષેત્રમ, આદિ શંકરાચાર્યના જન્મસ્થળની મુલાકાત પણ લેશે આ સાથે જ બીજે દિવસે એટલે કે 2જી સપ્ટેમ્બરના રોજ પીએમ મ કોચી મેટ્રોના ફેઝ 2 માટે શિલાન્યાસ કરશે અને પ્રોજેક્ટના ફેઝ 1 Aનું ઉદ્ઘાટન કરશે.

આ સમારોહ કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન અને મુખ્યમંત્રી પિનરાઈ વિજયનની હાજરીમાં કોચીન ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ ટ્રેડ ફેર અને એક્ઝિબિશન સેન્ટર ખાતે યોજાશે.જેમાં રાજ્યના અનેક મંત્રીઓ હાજરી આપશે.

કોચી મેટ્રોનો બીજો તબક્કો અંદાજે 1,950 કરોડના ખર્ચે બાંધવામાં આવશે. તે JLN સ્ટેડિયમથી ઈન્ફોપાર્ક સુધી દોડવાની છે જેની કુલ લંબાઈ 11.2 કિમી છે અને 11 સ્ટેશનોને આવરી લેવાશે. તે જિલ્લા મુખ્યાલય, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન અને શહેરના આઇટી હબને હાલના મેટ્રો રેલ નેટવર્ક સાથે જોડશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code