1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. પીએમ મોદીનું રાષ્ટ્રજોગ સંબોધનઃ- કહ્યું, લોકડાઉન અંતિમ વિકલ્પ હોવો જોઈએ, કઠીન પરિસ્થિતિમાં પણ હિમ્મત રાખવી જોઈએ
પીએમ મોદીનું રાષ્ટ્રજોગ સંબોધનઃ- કહ્યું, લોકડાઉન અંતિમ વિકલ્પ હોવો જોઈએ, કઠીન પરિસ્થિતિમાં પણ હિમ્મત રાખવી જોઈએ

પીએમ મોદીનું રાષ્ટ્રજોગ સંબોધનઃ- કહ્યું, લોકડાઉન અંતિમ વિકલ્પ હોવો જોઈએ, કઠીન પરિસ્થિતિમાં પણ હિમ્મત રાખવી જોઈએ

0
Social Share
  • પીએમ મોદીનું દેશને સંબોધન
  • લોકડાઉનને અંતિમ વિકલ્પ ગણાવ્યો
  • કઠીન સ્થિતિમાં પણ હિમ્મ્તથી આગળ વધવું જોઈએ

દિલ્હીઃ- દેશમાં હાલમાં કોરોના વાયરસની બીજી લહેર તીવ્ર બની છે, સતત કોરોનાના કેસો વધતા જોવા મળી રહ્યા છે, ત્યારે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારની રાત્રે 8.45 વાગ્યે કોરોના મહામારીની સ્થિતિ અંગે રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. તેમણે આ સંબોધનમાં કોરોના સામે લડતા યોદ્ધાઓની સરહાના કરી હતી અને લોકડાઉનને અંતિમ વિકલ્પ ગણાવ્યો હતો.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, દેશ આજે ફરી કોરોના સામે મોટી લડત લડી રહ્યો છે. થોડા અઠવાડિયા પહેલા, સ્થિતિ સ્થિર થઈ હતી અને તે પછી તે કોરોનાની બીજી તરંગ તૂફાન બનીને સામે આવી હતી.

તેમણે કહ્યું કે, તમે જે વેદના સહન કરી છે  તેનો મને એગસાસ છે,. ભૂતકાળમાં જે લોકોએ તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે, તેમના માટે તમામ દેશવાસીઓ વતી હું સંવેદના વ્યક્ત કરું છું, એક કુટુંબના સભ્ય તરીકે, હું તમારા દુઃખમાં શામેલ છું. પડકાર મોટો છે પરંતુ આપણે તેની સામે સંકલ્પ, હિંમત અને તૈયારીઓ સાથે પાર કરવો પડશે.

આ વખતે કોરોના સંકટમાં દેશના ઘણા ભાગોમાં ઓક્સિજનની માંગ ઘણી વધી છે. આ વિષય પર ઝડપથી અને સંપૂર્ણ સંવેદનશીલતા સાથે કામ કરવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો, ખાનગી ક્ષેત્ર, બધા જ દરેક જરૂરીયાતમંદને ઓક્સિજન પહોંચાડવા માટે પ્રયત્નો કરી રહ્યા છે.આ સાથે જ તેમણએ વધુમાં કહ્યું કે, ઓક્સિજન ઉત્પાદન અને સપ્લાય વધારવા માટે અનેક સ્તરે પગલા પણ લેવામાં આવી રહ્યા છે. રાજ્યોમાં નવા ઓક્સિજન પ્લાન્ટ્સ હોય, એક લાખ નવા સિલિન્ડર પહોંચાડવાના હોય, ઔદ્યોગિક એકમોમાં થઈ રહેલા ઓક્સિજનનો ઉપયોગ તબીબી ઉપયોગ કરવો જોઈએ,.

આ સાથે જ પીેમ મોદીએ તેમના સંબોધનમાં લોકડાઉન અંગે કહ્યું કે, “હું યુવા સાથીઓને વિનંતી કરું છું કે તેઓ તેમના સમાજમાં, વિસ્તારમાં, એપાર્ટમેન્ટમાં, અને કોવિડ નિયમોનનું પાલન કરાવવામાં મદદ કરે જો આપણે આમ કરીશું તો સરકારે કન્ટેન્ટમેન ઝોન બનાવવાની, કર્ફ્યુ લાદવાની, કે લોકડાઉન કરવાની જરૂર રહેશે નહીં”,

 

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code