
પૂર્ણા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું, પાણી નવસારીમાં ધૂંસ્યા, લોકોને બહાર નિકળવું બન્યુ મુશ્કેલ
નવસારીઃ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા નદીઓમાં પૂર આવ્યા છે. જેમાં નવસારી શહેર નજીકથી વહેતી પૂર્ણ નદીના જળસ્તરમાં વધારો થયો છે. પૂર્ણ નદીની સપાટી 23 ફૂટ ભયજનક સપાટી વટાવી જતા નવસારી શહેરના 12 થી વધુ વિસ્તારોમાં પાણી ભરાયા છે. પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા નવસારી શહેરના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા રાહત અને બચાવની કામગીરી શરૂ કરવામાં આવી છે.
ગુજરાતમાં હાલ બે સિસ્ટમ સક્રિય બની છે. ત્યારે ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં ક્યાંક ભારે તો ક્યાંક સામાન્ય વરસાદ વરસ્યો છે. ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે નવસારી જિલ્લાની તમામ નદીઓમાં ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. તેમજ નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ઘૂસ્યાં છે. ઝાંખરી નદીમાં પણ ઘોડાપૂર આવ્યું છે. જેથી વ્યારાના છીંડિયા ગામમાં પાણી ઘૂસી ગયાં હતા. ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે નવસારી જિલ્લાની તમામ નદીઓમાં ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. ગણદેવી તાલુકામાંથી પસાર થતી અંબિકા નદીના જળસ્તરમાં વધારો થયો છે. પાણી વધતા અમલસાડ અને ધમડાછાને જોડતો લો લાઈન બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે. દેવધા ડેમના પાણીની ભરપૂર આવક થતા દેવધા ગામમાં પાણી ફરી વળ્યા છે. બીલીમોરા થી દેવધા ગામનો સંપર્ક તૂટ્યો છે.
નવસારીની પૂર્ણા નદીની સપાટી વધતા નિચાળવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. નવસારી શહેરમાં આવેલા ભેંસદ ખાડા વિસ્તારમાં પૂણા નદીના પાણી ભરાયા હતા. ઘરોમાં પાણી ભરાતા 150થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યાં હતા. તાપી જિલ્લાના ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદ વચ્ચે નદીઓ ગાંડીતૂર બની છે. જેથી વ્યારા તાલુકાના છીંડીયા ગામે ઘરોમાં પાણી ભરાયાં હતા. છીંડીયાથી પસાર થતી ઝાંખરી નદીમાં ઘોડાપૂર આવતા સ્થાનિકોને આર્થિક નુકસાન થયું છે. ઘરોમાં પાણી પ્રવેશી જતા ઘરવખરીને મોટું નુકશાન થયું છે.