1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. પોરબંદર-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ હવે કેટલાક દિવસ સુધી દાદર સ્ટેશન સુધી દોડશે
પોરબંદર-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ  હવે કેટલાક દિવસ સુધી દાદર સ્ટેશન સુધી દોડશે

પોરબંદર-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ હવે કેટલાક દિવસ સુધી દાદર સ્ટેશન સુધી દોડશે

0
Social Share

રાજકોટઃ પશ્ચિમ રેલવે દ્વારા બાંદ્રા ટર્મિનસ સ્ટેશન પર પિટ લાઇનનું કામ હાથ ધરવામાં આવ્યુ છે. આથી રેલ યાતાયાતને તેની અસર થશે. જેના કારણે પોરબંદર-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ પરિવર્તિત સમય સાથે મુંબઈ સેન્ટ્રલને બદલે દાદર સ્ટેશન સુધી  દોડશે. આ ટ્રેન આગામી આદેશ સુધી મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન પર જશે નહીં. તેવી જ રીતે, મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન 21-11-2022થી આગામી આદેશ સુધી દાદર સ્ટેશનથી પોરબંદર સ્ટેશન સુધી ચાલશે.

સૂત્રોના જણાવ્યા મુજબ પશ્ચિમ રેલવેના બાંદ્રા ટર્મિનસ સ્ટેશન પર પિટ લાઇનના કામ હાથ ધરાયુ છે. આથી ભાવનગર રેલવે ડિવિઝનની પોરબંદર-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન આજથી એટલે કે  19-11-2022થી પરિવર્તિત સમય સાથે ચાલશે. આ ટ્રેન પોરબંદરથી દાદર સ્ટેશન સુધી દોડશે અને આગામી આદેશ સુધી મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન પર જશે નહીં. તેવી જ રીતે, મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન 21-11-2022થી આગામી આદેશ સુધી દાદર સ્ટેશનથી પોરબંદર સ્ટેશન સુધી ચાલશે.

સૂત્રોએ ઉમેર્યુ હતું કે, પોરબંદર-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ  આજે 19-11-2022થી દરરોજ 22:40 કલાકે પોરબંદરથી ઉપડશે અને બીજા દિવસે 19:05 કલાકે દાદર સ્ટેશન પહોંચશે. પોરબંદરથી વાસદ જંકશન સ્ટેશન સુધી ટ્રેનના આગમન અને ઉપડવાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.વડોદરા અને દાદર વચ્ચેના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જ્યારે આ ટ્રેન મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ 21-11-2022થી દરરોજ 09:30 કલાકે દાદર સ્ટેશનથી ઉપડશે અને બીજા દિવસે 05:30 કલાકે પોરબંદર પહોંચશે. તે સિવાય કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.આ ટ્રેનોના ઓપરેટિંગ સમય, સ્ટોપેજ અને સ્ટ્રક્ચરને લગતી વિગતવાર માહિતી માટે મુસાફરો વેબસાઇટ www.enquiry.in ianrail.gov.in પર જઈ શકે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code