1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. પોરબંદર-સિકંદરાબાદ સાપ્તાહિક ટ્રેન 25 જુલાઇથી સુપરફાસ્ટ તરીકે દોડશે, સમયમાં ફેરફાર
પોરબંદર-સિકંદરાબાદ સાપ્તાહિક ટ્રેન 25 જુલાઇથી  સુપરફાસ્ટ તરીકે દોડશે, સમયમાં ફેરફાર

પોરબંદર-સિકંદરાબાદ સાપ્તાહિક ટ્રેન 25 જુલાઇથી સુપરફાસ્ટ તરીકે દોડશે, સમયમાં ફેરફાર

0
Social Share

રાજકોટઃ  ટ્રેનમાં પ્રવાસીઓ ઓછા મસયમાં ગંતવ્ય સ્થાને પહોંચી શકે તે માટે પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેન નંબર 19202/19201 પોરબંદર-સિકંદરાબાદ સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનની સ્પીડ વધારીને એક્સપ્રેસથી સુપરફાસ્ટ એક્સપ્રેસમાં બદલવાનો તેમ જ તેના આવવા-જવાના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુપરફાસ્ટ એક્સપ્રેસ થવાથી ટ્રેનના નંબરોમાં પણ ફેરફાર થશે.

પશ્વિમ રેલવેના સૂત્રોના જણાવ્યા મુજબ ટ્રેન નંબર 19201 સિકંદરાબાદ-પોરબંદર એક્સપ્રેસ 19-07-2023થી અને ટ્રેન નંબર 19202 પોરબંદર-સિકંદરાબાદ એક્સપ્રેસ 25-07-2023 તારીખથી સુપરફાસ્ટ ચાલશે. આ ટ્રેન દર મંગળવારે પોરબંદરથી 00:55 વાગ્યાનને બદલે 01:00 વાગ્યે પ્રસ્થાન કરશે અને બુધવારે 08:00 વાગ્યાને બદલે 7:40 વાગ્યે સિકંદરાબાદ પહોંચશે. પરત આવતા આ ટ્રેન દર બુધવારે સિકંદરાબાદથી 15:00 વાગ્યાને બદલે 15:10 વાગ્યે પ્રસ્થાન કરશે અને ગુરુવારે 22:05 વાગ્યેને બદલે 21:50 વાગ્યે પોરબંદર પહોંચશે. આ ટ્રેન સુપરફાસ્ટ થવાથી ટ્રેન નંબરમાં પણ ફેરફાર કરવામાં આવશે. 12-09-2023 વાગ્યાથી ટ્રેન નંબર 19202 પોરબંદર-સિકંદરાબાદનો નંબર બદલી 20968 અને 13-09-2023થી ટ્રેન નંબર 19201 સિકંદરાબાદ-પોરબંદરનો નંબર બદલાઇને 20967 થઇ જશે. ઉલ્લેખનીય છે કે, ટ્રેનને સુપરફાસ્ટમાં ફેરફાર કર્યા પછી ભાડાનું અંતર મુસાફરો પાસેથી વસૂલ કરવામાં આવશે.

દરમિયાન પશ્વિમ રેલવેની યાદીમાં જણાવ્યા મુજબ ઉધના-સુરત સેક્શન વચ્ચેના બ્રિજ નંબર 445 અને કરંબેલી-વાપી સેક્શનમાં બ્રિજ નંબર 275 માટે, જિયો સેલ દ્વારા બ્રિજના એપ્રોચને મજબૂત કરવા માટે બ્લોક લેવામાં આવશે. આ બ્લોક  આજે મંગળવાર, 16મી મે, 2023ના રોજ બ્રિજ નંબર 445 માટે 12:10 કલાકથી 16:40 કલાક સુધી અને બ્રિજ નંબર 275 માટે 13:10 કલાકથી 17:40 કલાક સુધી લેવામાં આવ્યો છે. તેવી જ રીતે, આવતી કાલે બુધવાર, 17 મે, 2023ના રોજ, બ્રિજ નંબર 275 માટે ડાઉન લાઇન પર 09:10 કલાકથી 13:40 કલાક સુધી અને બ્રિજ નંબર 445 માટે 10:50 કલાકથી 15:20 કલાક સુધી બ્લોક લેવામાં આવશે. આ બ્લોકના કારણે પશ્ચિમ રેલવેની કેટલીક ટ્રેનોને નિયમન કરવામાં આવશે અને ટૂંકી અવરજવર કરવામાં આવશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code