Homeગુજરાતીરણબીર કપૂર સ્ટારર ફિલ્મ ‘શમશેરા’નું પોસ્ટર લીક કે રિલીઝ ? સો.મીડિયા પર થઈ...

રણબીર કપૂર સ્ટારર ફિલ્મ ‘શમશેરા’નું પોસ્ટર લીક કે રિલીઝ ? સો.મીડિયા પર થઈ રહ્યું છે વાયરલ 

  • રણબીરની ફિલ્શેમ મશેરાનું પોસ્ટર થયું લીક
  • સત્તાવાર રિતે પોસ્ટર નથી થયું રિલીઝ

મુંબઈઃ- અભિનેતા રણબીર કપૂરની ફિલ્મ શેમશેરાને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. મોસ્ટ અવોઈટેડ ફિલ્મને લઈને દર્શકો આતપરતાથી રાહ જાઈ રહ્યા છે,રણબીર કપૂર, વાણી કપૂર અને સંજય દત્ત અભિનીત ‘શમશેરા’ ના મેકર્સ દ્રાર હાલમાં જ તેનું ટીઝર રિલીઝ કર્યું છે.

જો કે આ ફિલ્મનું પોસ્ટર સત્તાવાર રીતે રિલીઝ કરવામાં આવ્યું નથી. સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ફિલ્મનું પોસ્ટર રિલીઝ પહેલા જ લીક થઈ ગયું છે. જો કે એવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કે તે ફેન્સ દ્વારા બનાવવામાં આવેલ પોસ્ટર હોઈ શકે છે, સત્તાવાર પોસ્ટર નહીં. જો કે આ ફિલ્મ 22 જુલાઈના રોજ સિનેમાઘરોમાંરિલીઝ થવાની છે તે વાત તો નક્કી જ છે

હવે આ પોસ્ટર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. આ પોસ્ટરમાં કેટલાક રણબીર કપૂરના વખાણ કરી રહ્યા છે તો કેટલાક રણબીર કપૂરના લુકની તુલના થોરઃ લવ એન્ડ થન્ડરના પોસ્ટર સાથે કરી રહ્યા છે.

તાજેતરમાં, નિર્માતાઓએ ફિલ્મની રિલીઝ તારીખ સાથે ટીઝર રિલીઝ કર્યું હતુંકરણ મલ્હોત્રા દ્વારા નિર્દેશિત આ ફિલ્મને પીરિયડ એક્શન ડ્રામા ફિલ્મ તરીકે વર્ણવવામાં આવી છે, જેમાં દેખીતી રીતે રણબીર પિતા અને પુત્ર બંનેની ડબલ રોલ ભજવતો જોવા મળશે. આ ફિલ્મમાં આશુતોષ રાણા, સૌરભ શુક્લા અને રોનિત રોય પણ છે.જો કે આ ટિઝર સત્તાવાર રીતે રિલીઝ નથી કર્યું માત્ર સોશ્યલ માડિયા પર વાયરલ થઈ રહ્યું છે.

 

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular