
પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ: રવિવારની રજા નિમિતે મોટી સંખ્યામાં ભક્તોનો જમાવડો જોવા મળ્યો
અમદાવાદ : શહેરના આંગણે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બીએપીએસના વડા મહંત સ્વામી સાથે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું બુધવારે ઉદ્ઘાટન કર્યુ હતું.અને આ પ્રમુખસ્વામી જન્મ શતાબ્દી મહોત્સવ લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે.ત્યારે 600 એકરમાં પથરાયેલા પ્રમુખ સ્વામીનગરમાં રોજ એક લાખ લોકો મુલાકાત લે છે.દેશ-વિદેશના લાખો ભક્તો અહીં આવીને ઐતિહાસિક ક્ષણના સાક્ષી બની રહ્યા છે.જો કે અહીં વિશાળ જનમેદનીનું અલગ અંદાજમાં સંચાલન કરવામાં આવે છે.જેમાં મહોત્સવમાં કોઇપણ પ્રકારની મુશ્કેલી કે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ન કથળે તેનું ખાસ ધ્યાન રખાયું છે.
કોઈ પ્રકારના પ્રી-રજિસ્ટ્રેશન વિના જાહેર જનતા દરરોજ બપોરે 2.00 વાગ્યા પછીથી અને રવિવારે સમગ્ર દિવસ દરમિયાન મહોત્સવનો લાભ લઇ શકે છે.આ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત AMTS બસની વ્યવસ્થા કરવામાં આવી છે.ત્યારે પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવનો આજે પ્રથમ રવિવાર છે.રવિવારની રજા અને ધર્મ-ભક્તિના સંયોગ સમા પ્રમુખસ્વામી મહોત્સવમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું.મહત્વપૂર્ણ છે કે,રોજના અંદાજિત 1 લાખ ભક્તો મહોત્સવનો ભાગ બને તેવી શક્યતાઓ વચ્ચે રવિવારના દિવસે મોટી સંખ્યામાં ભક્તોનો જમાવડો જોવા મળ્યો.
આ પ્રમુખસ્વામી મહોત્સવમાં 3 હજાર 500 સ્વયંસેવકો ખડેપગે ઉભા રહે છે. તેમજ દરેક ઝોનમાં 700થી વધુ સ્વયંસેવકોની ટીમ સેવા કરે છે.જેમા દર 45 મિનિટે સ્વયંસેવકની ફેરબદલી કરાય છે.જેમા દિવસ, રાત, ફાયર સહિતની વિવિધ ફરજોની ફાળવણી કરવામાં આવી છે.તો,5 હજારથી વધુ CCTV દ્વારા નજર રાખવામાં આવી છે.જેમા CCTV મોનિટરીંગ માટે 25-25 સભ્યોની ટીમો કાર્યરત છે.જેમા નિવૃતિ આર્મીમેન અને નોકરિયાતો દ્વારા સેવા આપવામાં આવે છે.