
ગુજરાતમાં પ્રિપેઈડ વીજ મીટરો લગાવાશે, જેટલા રૂપિયાનું ચાર્જ કરાવશો એટલી વીજળી મળશે
અમદાવાદઃ ગુજરાત સરકારની માલીકીની વીજ કંપનીઓ દ્વારા હવે પ્રિપેઈડ વીજ મીટર યોજના બનાવવામાં આવી છે. જેમાં તમામ રહેણાક અને કોર્મશિયલ મકાનોમાં પ્રિ-પેઈડ મિટર મુકવામાં આવશે. ગ્રાહકોએ જેટલી વીજળીની જરૂરિયાત છે. એટલું એડવાન્સ રિ-ચાર્જ કરાવવું પડશે. એટલે કે થોડા મહિનાઓમાં વીજળીનું બિલ પણ પ્રીપેઇડ થઈ જશે. એટલે કે બિલપેટે જેટલા રૂપિયા ચૂકવશો એટલી વીજળી વાપરી શકાશે. વીજબિલ મોબાઇલથી રિચાર્જ કરી શકાશે. ડિસેમ્બર, 2023 સુધીમાં સ્માર્ટ ઇલેક્ટ્રિક મીટર અમલમાં મુકાશે. આ માટે રૂ. 20,482 કરોડનો એકશન પ્લાન બનાવવામાં આવ્યો છે.
ગુજરાતમાં સરકારની માલિકીની તમામ વીજ કંપનીઓ દ્વારા પ્રિ-પેઈડ મીટર યોજના અમલમાં મુકવામાં આવી છે. લોકોએ વીજળીના જેટલી જરૂરિયાત છે. એટલું રિ-ચાર્જ કરાવવું પડશે. મોબાઈલ પ્રિ-પેઈડના પ્લાનની જેમ વીજળી વપરાશ માટે પણ આવો જ પ્લાન લાવવાની તૈયારી ચાલી રહી છે. ગુજરાતમાં ટૂંક સમયમાં જ વીજળીનું બિલ પ્રીપેઈડ થઈ જશે. જેટલા રૂપિયા ચૂકવશો તેટલી વીજળી વાપરી શકશો. 20482 કરોડના ગુજરાતના પ્રોજેક્ટને રાજ્યની કેબિનેટે મંજૂરી આપી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત સરકાર ડિસેમ્બર, 2023 થી સ્માર્ટ ઈલેક્ટ્રિક મીટર સિસ્ટમ અમલમાં લાવવાનું પ્લાનિંગ કરી રહી છે. જેમા બિલપેટે જેટલા રૂપિયા ચૂકવશો તેટલી જ વીજળી વાપરી શકશો. વીજ બિલ મોબાઈલ રિચાર્જથી કરી શકાશે. આ માટે ગુજરાત સરકારની કેબિનેટ અને કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે.
પ્રથમ તબક્કામાં સ્માર્ટ મીટરિંગ માટે 10602 કરોડ ફાળવ્યા છે. તો સાથે જ ડિસ્ટ્રીબ્યુશન સુધારવા માટે 6021 કરોડ ફાળવ્યા છે. સરકાર નવા મીટર વસાવવા માટે એ પણ પ્લાનિંગ કરી રહી છે કે, ગ્રાહકો પર નાણાંકીય બોજ ન આવે. આ માટે પ્લાનિંગ ચાલી રહ્યું છે કે, સ્માર્ટ મીટરની રકમ ગ્રાહકો કેટલી ભોગવશે અને સરકાર કેટલી ભોગવશે. સરકારે વિવિધ વીજ કંપનીઓને આ માટે કુલ 10443 કરોડ રૂપિયા ફાળવ્યા છે. જેમાં DGVCL – 2447 કરોડ, MGVCL – 1980 કરોડ, અને PGVCL માટે 3350 કરોડ, તેમજ UGVCL માટે 2666 કરોડ ફાળવાયા છે.
આ ઉપરાંત વીજખાઘ ઘટાડવા માટેની કામગીરી માટે રૂપિયા 11134 કરોડ ફાળવાયા છે. સરકાર વીજખાધ ધટાડવા માટે પણ પ્રયાસો કરી રહી છે. વીજચોરી, ડિસ્ટ્રીબ્યુશન વગેરે મામલે રાષ્ટ્રીય સ્તરે 12 થી 15 ટકા વીજખાધ આવે છે. આ માટે સરકાર સ્કીમ લાવી રહી છે.