1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. મંત્રી હતો ત્યારે રજુઆતની જરૂર પડતી નહતી, હવે લેખિત ફરિયાદ કરવી પડે છેઃ કુવરજી બાવળિયા
મંત્રી હતો ત્યારે રજુઆતની જરૂર પડતી નહતી, હવે લેખિત ફરિયાદ કરવી પડે છેઃ કુવરજી બાવળિયા

મંત્રી હતો ત્યારે રજુઆતની જરૂર પડતી નહતી, હવે લેખિત ફરિયાદ કરવી પડે છેઃ કુવરજી બાવળિયા

0
Social Share

રાજકોટઃ  શહેર અને જિલ્લા ભાજપમાં જુથવાદ ચાલી રહ્યો છે. એમાંયે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા નેતાઓને કોઈ પૂછતું પણ નથી. અગઉ મંત્રી રહી ચકેલા નેતાને પણ લેખિત રજુઆતો કરવી પડે છે. વાત છે, કુંવરજી બાવળિયાની. જ્યારે બાવળિયા સરકારમાં મંત્રીપદે હતા ત્યારે જસદણ મત વિસ્તાર જ નહીં પણ રાજકોટ જિલ્લાના તેઓ ઈચ્છે તે મુજબના કામો થતા હતા. અધિકારીઓ તેમનો પડ્યો બોલ જીલતા હતા. હવે બાવળિયા મંત્રી રહ્યા નથી. એટલે હવે તેમને લેખિતમાં રજુઆત કરવી પડે છે. આ બાબતનો ખૂદ પૂર્વ કેબિનેટ મંત્રી અને જસદણ-વીંછિયાના ધારાસભ્ય કુંવરજી બાવળિયાએ સ્વીકાર કર્યો હતો.આડકતરી રીતે સ્વીકાર્યું હતું કે, મંત્રીપદ હતું ત્યારે લેખિતમાં રજુઆત કરવી પડતી નહોતી, હવે લેખિતમાં ફરિયાદ કરવી પડે છે.

રાજકોટ શહેર બાદ રાજકોટ જિલ્લા ભાજપની  સ્વામિનારાયણ ગુરૂકુળમાં કારોબારી બેઠક મળી હતી. જેમાં જિલ્લા ભાજપના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. પૂર્વમંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે, અમને જ જવાબદારી સોંપવામાં આવશે તેને અમે નિભાવીશું. તમામ અધિકારીઓ સંકલનમાં આવતા હોય છે. આ માટે અલગ અલગ પ્રશ્નો મુક્યા છે. મંત્રી હતા ત્યારે પણ કામ થતા અને હવે પણ કામ થાય છે. મંત્રી હતો ત્યારે પ્રશ્નોનો ઉકેલ આવતો હતો. હવે જે બાકી રહેલા પ્રશ્નો છે તે લખ્યા છે. આમ આડકતરી રીતે કુંવરજી બાવળિયાએ સ્વીકાર્યું હતું કે, મંત્રીપદ હતું ત્યારે લેખિતમાં રજુઆત કરવી પડતી નહોતી, હવે લેખિતમાં ફરિયાદ કરવી પડે છે.

ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ જણાવ્યું હતું કે, પહેલા પ્રદેશ ભાજપની કારોબારી યોજાય છે. તેના 15 દિવસમાં પ્રદેશમાં જે નિર્ણયો લેવાયા હોય તેની ચર્ચા માટે જિલ્લા ભાજપની કારોબારી મળે છે. આજે રાજકોટ જિલ્લા ભાજપની કારોબારી છે. આ કારોબારીમાં જિલ્લામાં આગામી કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરવામાં આવશે. સરપંચની ચૂંટણીમાં પાર્ટી સીધી રીતે ઇન્વોલ્વ થતી નથી પણ સમરસ થાય તેવા પ્રયત્નો કરતા હોઇએ છીએ. મિશન-2022 માટે 182માંથી 182 બેઠક પર જીત મેળવવા પેજ કમિટીની રચના કરવા પૂર્વ તૈયારીઓના કામની ચર્ચા કરવામાં આવશે.

રાજકોટ જિલ્લા ભાજપની કારોબારી બેઠકમાં આજે પૂર્વ કેબિનેટ મંત્રી અને જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા, કુંવરજી બાવળિયા, રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય લાખા સાગઠિયા, રાજકોટ યાર્ડના પૂર્વ ચેરમેન ડી.કે. સખીયા સહિત મોટી સંખ્યામાં જિલ્લાભરમાંથી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

(PHOTO-FILE)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code