રાષ્ટ્રપતિનું સંબોધન વિકસિત ભારતનો માર્ગ મોકળો કરશેઃ PM મોદી
નવી દિલ્હી, 28 જાન્યુઆરી 2026: બુધવારથી સંસદના બજેટ સત્રનો પ્રારંભ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંયુક્ત સદનને સંબોધન સાથે થયો છે. રાષ્ટ્રપતિના આ ભાષણને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગામી સમયમાં દેશની વિકાસ યાત્રાનું ‘માર્ગદર્શક’ ગણાવ્યું છે. પીએમ મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ સંબોધન એક મજબૂત અને આત્મનિર્ભર રાષ્ટ્ર બનાવવાની આપણી સહિયારી આકાંક્ષાને પ્રતિબિંબિત કરે છે.
રાષ્ટ્રપતિના સંબોધન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું કે, “સંસદનું બજેટ સત્ર રાષ્ટ્રપતિજીના પ્રેરણાદાયી ભાષણ સાથે શરૂ થયું છે. આપણી સંસદીય પરંપરાઓમાં આ ભાષણનું વિશેષ મહત્વ છે, કારણ કે તે આગામી મહિનાઓમાં દેશની વિકાસ યાત્રાની નીતિગત દિશા અને સામૂહિક સંકલ્પને દર્શાવે છે.”
વડાપ્રધાને વધુમાં ઉમેર્યું કે, રાષ્ટ્રપતિનું ભાષણ વ્યાપક અને માહિતીપ્રદ હતું. તેમાં ભારતની શાનદાર વિકાસ યાત્રાની ઝલક અને ભવિષ્ય માટે સ્પષ્ટ વિઝન જોવા મળ્યું. ખેડૂતો, યુવાનો, ગરીબો અને પછાત વર્ગ માટેના સતત પ્રયાસો પર વિશેષ પ્રકાશ પાડવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ ભાવનગરમાં રવિવારે કોળી સમાજ દ્વારા ન્યાય સભા યોજાશે, સાંસદો-ધારાસભ્યો હાજર રહેશે


