 
                                    - વડા પ્રધાન મોદી ઈન્ડિયા આઈડિયાઝ સમિટને સંબોધિત કરશે
- રાતે 8-30 વાગ્યે વિશ્વ સ્તરે પીએમ મોદીનું સંબોધન
- વિશ્વના પ્રતિનિધિ મંડળને સંબોધિત કરશે
- અમેરીકા અને ભારત દેશો વચ્ચેના વેપાર સંબધિત મુદ્દાઓ પર ચર્ચા
દેશના પ્રધાનમંત્રી મોદી આજે રાતે 8-30 વાગ્યાના સમયગાળઆ દરમિયાન ઈન્ડિયા આઈડિયાઝ સમિટને સંબોધિત કરનાર છે,ત્યારે આ બાબતેને લઈને સમગ્ર વિશ્વ આ સમિટ પર નજર રાખીને બેસ્યુ છે,આ સમિટનું આયોજન USIBC એટલે કે અમેરીકા -ભારત વેપાર પરિષદ મારફત આવનારા ભવિષ્યનું સારુ નિર્માણ પામે તે હેઠળ કરવામાં આવ્યું છે.અમેરીકા અને ભારત બન્ને દેશઓ વચ્ચેના વેપાર સંબધિત મુદ્દાઓ પર વાત કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે કોરોનાના સંકટ સમયે દેશના પીેમ નરેન્દ્ર મોદી સતત જનતાના સંપર્કમાં રહીને કોરોના સામે કઈ રીતે લડત આપવી તેના સુચનો આપતા રહ્યા છે,જનતાને સંબોધિત કરીને કોરાનાકાળમાં કઈ રીતે જીવવું તે અંગેની માહિતી પ્રદાન કરતા રહ્યા છે,ત્યારે આજે અમેરીકા અને ભારતને લઈને પીએમ મોદી વિશ્વના પ્રતિનિધિ મંડળને સંબોધિત કરનાર છે,આ સમેંલનમાં અમેરીકા અને ભારતની ખાસ ભાગીદારીલ જોવા મળે છે,પીએમ મોદી ભારતમાં જ રહીને ડિજીટલ માધ્યમ હેઠળ આ સમિટિને સંબોધિત કરનાર છે તો સમગ્ર વિશ્વની નજર દેયસના પીએમ પર છે,કારણ કે વડાપ્રધાન મોદી વિશ્વમાં ઘણી બાબતે આગેવાની હેઠળ જોવા મળ્યા છે.અનેક રાષ્ટ્રના સંબધો વિકસાવવામાં તેમનો મહત્વનો ફઆળો રહ્યો છે.
મીડિયા રિપોર્ટસ્ મુજબ આ શિખર સંમેલનમાં ભારત સરકાર અને અમેરિકાની સરકારના ઉચ્ચસ્તરિય અધિકારી સાથે્ જોવા મળશે કે જેઓ કોરોના સંકટની વચ્ચે પણ દેશને આગળ વધારવા મોરચે કાર્યરત છે,આ સંમેલનમાં કેટલાક વરિષ્ટ અધિકારીઓની પણ ઉપસ્થિતિ રહેશે,જેમાં યુએસઆઈબીસીના 2020 ગ્લોબલ લીડરશિપ એવોર્ડ વિજેતા લોકહિડ માર્ટીન કોર્પોરેશનના મુખ્ય કાર્યકારી જિમ ટૈસલેટ અને ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરની હસ્તીઓનો સમાવેશ થાય છે.
આ સંમેલનમાં અમેરિકી વિદેશ મંત્રી માઈક પોમ્પિયો, ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર, નાણાંમંત્રી નિર્મલા સીતારામણ, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયૂષ ગોયલ, અમેરિકાના સ્વાસ્થ્ય અને માનવ સેવા વિભાગના ઉપમંત્રી એરિક હૈગન,કેલિફોર્નિયાના અમેરિકી પ્રતિનિધિ એમી બેરા, રાજદૂત કેનેથ જસ્ટર અને અન્ય ઘણાં સામેલ છે. યુએસઆઈબીસીના જણાવ્યા અનુસાર અમેરિકા અને ભારતની ભાગીદારીને આગળ ધપાવવા માટેના છેલ્લા 45 વર્ષના કાર્યકાળની ઉજવણી કરી રહ્યું છે.આ વર્ષે ની સમિટમાં એક વધુ સારા ભવિષ્યના નિર્માણ પર બન્ને દોશોનું ધ્યાન કેન્દ્રિત હશે.
સાહીન-
 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

