1. Home
  2. ગુજરાતી
  3. સેનામાં હવે મેડ ઈન ઈન્ડિયા ‘ઘ્રુવાસ્ત્ર’ મિસાઈલનો સમાવેશ- આ સ્વેદેશી મિસાઈલમાં દુશ્મનોના ટેન્કને વિનાશ કરવાની ક્ષમતા
સેનામાં હવે મેડ ઈન ઈન્ડિયા ‘ઘ્રુવાસ્ત્ર’ મિસાઈલનો સમાવેશ- આ સ્વેદેશી મિસાઈલમાં દુશ્મનોના ટેન્કને વિનાશ કરવાની ક્ષમતા

સેનામાં હવે મેડ ઈન ઈન્ડિયા ‘ઘ્રુવાસ્ત્ર’ મિસાઈલનો સમાવેશ- આ સ્વેદેશી મિસાઈલમાં દુશ્મનોના ટેન્કને વિનાશ કરવાની ક્ષમતા

0
  • સુરક્ષા મામલે હવે સ્વદેશી મિસાઈલ અસ્તિત્વમાં
  • સ્વદેશી મિસાઈલનો હવે સેનામાં થશે સમાવેશ
  • દુશ્મનોના ટેન્કનો નાશ કરવાની ધરાવે છે ક્ષમતા
  • ભારતીય સેનાને મળી વધુ એક સફળતા
  • આ ઘ્રુવાસ્ત મિસાઈલને હેલિકોપ્ટર પર સ્થિત કરાશે

મેડ ઈન ઈન્ડિયા અભિયાન અંતર્ગત હેઠળ ભારત દેશની સેનાને સતત મજબુત બનાવવામાં આવી રહી છે,ત્યારે હવે આ તાકાતની દિશામાં આગળ વધતા સેનાની તાકાતમાં એક નવા નામનો ઉમેરો કરવામાં આવ્યો છે,જેનું નામ છે એન્ટિ ટેન્ક ઘ્રુવાસ્ત્ર  ,ચીન અને નેપાળ સાથેના સંબધોના તણાવ વચ્ચે ભારતીય સેના પોતાની તાકાત વધારવાની દિશામાં આગળ વધી રહી છે,જે હેઠળ સ્વેદેશી મિસાઈલ ઘ્રુવાસ્ત્ત્રનું પરિક્ષણ કરવામાં આવ્યું છે,જે સંપૂર્ણ રીતે સફળ રહ્યું છે.આ મિસાઈલ દુશ્મનોને સમગ્ર રીતે પરાસ્ત કરવાની ક્ષમતા ધરાવે છે,

ઓડીશામાં સ્થિત બાલાસોરમાં 15-16 જુલાઈના રોજ આ મિસાઈલનું પરિક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું,ત્યાર બાદ સફળતા મળતાની સાથે જ તે મિસાઈલને સેનાને સોંપવામાં આવી છે,જેનો ઉપયોગ ભારતીય સેનાના ઘ્રુવ હેલિકોપ્ટર સાથે કરવામાં આવશે,એટલે કે હેલિકોપ્ટર પર  આ મિસાઈલને તૈનાત કરીને તેનો ઉપયોગ કરી શકાશે,જેથી જરુરતના સમયે આ હેલિકોપ્ટરની મદદ વડે આ મિસાઈલનો ઉપરયોગ દુશ્મનો પર કરી શકાશે,જો કે હાલ આ મિસાઈલનું પરિક્ષણ હોલિકોપ્ટર વગર કરવામાં આવ્યું છે,ત્યારે આ પહેલા મિસાઈલનું નામ ‘નાગ’ રાખવામાં આવ્યું હતું,ત્યાર બાદ આ નામમાં બદલાવ કરીને તેનું નામ ઘ્રુવાસ્ત્ર કરવામાં આવ્યું છે.

ધ્રુવાસ્ત્ર મિસાઈલની ખાસિયતો

  • ધ્રુવાસ્ત્ર મિસાઈલ સંપૂર્ણ સ્વેદેશી મિલસાઈલ છે
  • આ મિસાઈલ 4 કિલો મીટરની ક્ષમતા ધરાવે છે
  • કોઈ પણ ટેવન્કનો નાશ કરવામાં ધ્રુવાસ્ત્ર સક્ષમ છે
  • ઘ્રુવ હેલિકોપ્ટર પણ સંપૂર્ણ સ્વદેશી છે
  • મેડ ઈન ઈન્ડિયા અતંર્ગત આ મિસાઈલનું નિર્માણ કરવામાં આવ્યું છે
  • આ મિસાઈલને DRDO અને સેના માટે મોટી ઉપલબ્ધિ ગણવામાં આવે છે
  •  હવે અન્ય દેશો પર આ પ્રકારની મિસાઈલ માટે આપણે નિર્ભર નહી થવું પડે
  • આ સિસ્ટમ દરેક પ્રકારના મોસમાં કાર્યરત રહી શકે છે

રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠનની વેબસાઈટ પર મુકવામાં આવેલી માહિતી મુજબ ધ્રુવાસ્ત્ર એક ત્રીજી પેઢીની ‘તાંકો અને ભૂલી જાઓ’ટેન્ક રોધી મિસાઈલ એટલે કે ATGMની એક ખાસ પ્રકારની સિસ્ટમ છે જેને આધુનિક હેલિકોપ્ટર પર તૈનાત કરવામાં આવશે,આ સિસ્ટમ દરેક પ્રકારના મોસમાં કાર્યરત રહી શકે છે ,દરેક વાતાવરણમાં કામ કરવાની ક્ષમતા ધરાવે છે તે સાથે વિસ્ફોટક પ્રતિક્રિયાશીલ કવચ સાથે દુશ્મનોના ટેન્કનો નાશ કરાવની ક્ષમતા પણ ધરાવે છે.,

ઉલ્લેખની છે કે ચીન અને ભારત વચ્ચે લદ્દાખ સીમા વિવાદ બાદ સ્થિતિ ગંભીર જોવા મળી હતી,ચીન દ્રારા 20 જેટલા ભારતીય સૈનિકોને મારવામાં આવ્યા હતા, ત્યાર બાદ દેશના પ્રધાનમંત્રી મોદીએ મેડ ઈન ઈન્ડિયા અભિયાન અતંર્ગત ચીનની 59 એપ્સ પર બેન લગાવ્યો હતો અને ભારતને સ્વદેશી વસ્તુઓ અપનાવવાના સુચનો આપ્યા  હતા,અને રક્ષાક્ષેત્રે ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું.

સાહીન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code