
અમદાવાદઃ ગુજરાતમાં ઓગસ્ટ મહિનાના અંતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે. તા.27 અને 28 ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ અને કચ્છમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. કચ્છમાં જાહેર સભાને સંબોધશે. અમદાવાદમાં વિવિધ કામોના લોકાર્પણ કરશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને ચાર-પાંચ મહિના બાકી રહ્યા છે, ત્યારે રાજકીય નેતાઓની ગુજરાતમાં આવન જાવન વધતી જોવા મળી રહી છે. આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરિવાલ તો દર અઠવાડિયે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. જ્યારે વડાપ્રધાનની ગુજરાતની મુલાકાતોમાં પણ વધારો થયો છે. ફરી એકવાર વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે આવી છે. વડાપ્રધાનનો 27 ઓગસ્ટની સાંજે અમદાવાદમાં એક કાર્યક્રમમાં હાજરી આપશે. કેટલાક વિકાસના કાર્યોના લોકાર્પણ કરાશે. જયારે 28 ઓગસ્ટના કચ્છમાં જનસભાને સંબોધશે. જો કે આ વખતની મુલાકાતનું તેમનું સીધુ ફોક્સ કચ્છ હોવાનું માનવામાં આવી રહ્યુ છે. અગાઉ ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં આ કાર્યક્રમ યોજાવાનો હતો. પરંતુ ભારે વરસાદના કારણે આ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન મોદીના ગુજરાત આગમનને લઇને તંત્ર દ્વારા તૈયારીઓ પણ આરંભી દેવાઇ છે. બીજી તરફ વડાપ્રધાન મોદીની ગુજરાતની મુલાકાતને લઇને ભાજપના કાર્યકરોમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 27 ઓગસ્ટના રોજ અમદાવાદમાં નવી સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ કરશે. તેની સાથે એક જનસભાને પણ સંબોધશે. અમદાવાદના કાર્યક્રમ બાદ બીજા દિવસે એટલે કે તા.28 ઓગસ્ટના રોજ વડાપ્રધાન કચ્છમાં સ્મૃતિ વન તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ સ્મૃતિ વનનું લોકાર્પણ કરાશે. આ સાથે તેઓ કચ્છમાં પણ એક વિશાળ જનસભાને પણ સંબોધશે. (FILE PHOTO)