
ઝારખંડમાં પોસીલ કર્મીઓનોનું 3 દિવસનું આંદોલન- 80 ટકા સ્ટાફ હાલ હડતાળ પર
- ઝારખંડ પોલીસ કર્મીઓ હડતાળ પર ઉતર્યા
- હાલ 80 ટકા પોલીસ કર્મી આંદોલનમાં ઉતર્યા છે
- કુલ 70 હજાર કર્મીમાંથી 55 હજાર ચાર તબક્કામાં આંદોલન કરશે
રાંચી – દેશભરમાં જ્યા એક બાજૂ 5 રાજ્યોમાં ચૂંટણીઓના પરિણામની રાહ જોવાઈ રહી છે ત્યાર બીજી તરફ ઝારખંડ રાજ્યમાંમ 80 ટકા પોલીસ કર્મીઓનો સ્ટાફ પોતાની માંગને લઈને હડતાળ પર ઉતર્યો છે.આ હડતાળ ગઈકાલથી શરુ થઈ હતી જે આવતી કાલે પણ યથાવત રહેશે.
ઝારખંડ પોલીસ મેન્સ એસોસિએશનના બેનર હેઠળ ગઈકાલ બુધવારે શરુ થયેલા 3 દિવસીય આંદોલનમાં 80 ટકા સ્ટાફ જોડાયો છે આ સાથે જ પોલીસ સ્ટેશનો, પિકેટ્સ, ઓફિસો, સંસ્થાઓ અને અન્ય સ્થળોએ તૈનાત 70 હજાર જેટલા પોલીસની કુલ સંખ્યામાંથી લગભગ 55 હજાર લોકોએ આ આમદોલનમાં ભાગ લીધો છે
પોલીસ કર્મીઓએ પોતાની સ્વિલ પર કાળી રિબીન પહેરીને પોતાની માંગણીઓ રજૂ કરી હતી અને ફરજ પર આવ્યા હચા, એસોસિએશનના સભ્યો કાયદો અને વ્યવસ્થાની ફરજમાં તૈનાત એવા પોલીસ અધિકારીઓની સ્લીવ્સ પર કાળી રિબન બાંધવા માટે શહેરની આસપાસ પહોંચ્યા હતા.
પોલીસ કર્મીોની માંગ છે કે તેઓને 20 દિવસની વળતરની રજા પુન:સ્થાપિત કરવામાં આવે તથા વર્ષમાં 13 મહિનાના પગારની ચૂકવણીમાં વિસંગતતાઓને દૂર કરવામાં આવે આ સાથે જ તેઓની માંગમાં, ખાતરીપૂર્વકની કારકિર્દીની પ્રગતિ સંબંધિત ક્રમમાં ખામીઓનું નિરાકરણ, જૂની પેન્શન યોજનાની પુન:સ્થાપનાનો સમાવેશ થાય છે.