
દાહોદઃ દેશ અને ગુજરાતમાં 9મી ઓગસ્ટનો દિન આદિવાસી દિવસ તરીકે ઊજવવામાં આવે છે. ત્યારે ગુજરાતના સૌથી વધુ આદિવાસી વસતી ધરાવતા દાહોદ જિલ્લામાં વૈશ્વિક આદિવાસી દિનની વિશેષ ઊજવણી કરવામાં આવશે. 9મી ઓગસ્ટના આદિવાસી દિને દાહોદ જિલ્લાની શાળાઓમાં જાહેર રજા રહેશે.
દાહોદ જિલ્લાની તમામ શાળાઓમાં 9 ઓગસ્ટના રોજ રજાની જાહેરાત કરાઈ છે. 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના પગલે શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરાયો છે. ગાહોદ જિલ્લાની શાળાઓને બે દિવસ અગાઉ પણ આદિવાસી સંસ્કૃતિ અંગે જાગૃતતા આવે તે હેતુથી કાર્યક્રમ યોજવા જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા આદેશ કરાયો છે. આદિવાસી સમાજમા વધતા જતા દુષણો અને કૂરિવાજો દુર થાય તે હેતુથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાશે.
યુનાઇટેડ નેશન્સ (UN) દ્વારા પણ દર વર્ષે 9 ઓગસ્ટે વિશ્વની આદિવાસી વસ્તીના અધિકારોને પ્રોત્સાહન આપવા અને તેનું રક્ષણ કરવા માટે મનાવવામાં આવે છે. 9મી ઓગસ્ટનો દિન વિશ્વ આદિવાસી દિવસ તરીકે પણ ઓળખાય છે, આ ઇવેન્ટ પર્યાવરણીય સંરક્ષણ જેવા વિશ્વ મુદ્દાઓને સુધારવા માટે સ્વદેશી લોકો જે સિદ્ધિઓ અને યોગદાન આપે છે તેને પણ માન્યતા આપે છે.
ભારતમાં પણ દર વર્ષે 9મી ઓગસ્ટનો દિન આદિવાસી સમાજના વિકાસમાં રોકાયેલા સરકારી-બિન-સરકારી સંગઠનો અને આદિવાસીઓના અધિકારોને પ્રોત્સાહન અને રક્ષણ આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકાને પ્રકાશિત કરે છે. સ્વદેશી યુવાનો સામાજિક પરિવર્તન માટેની ચળવળોમાં મોટાભાગે મોખરે હોય છે. તેઓ જાગૃતિ લાવવા માટે અવાજ ઉઠાવે છે. તેઓ તેમની કુશળતા અને પ્રતિભાનો ઉપયોગ તેમના સમુદાયોમાં લોકોના ભલા માટે તેમના સમુદાયો સામેના પડકારોનો સામનો કરવા માટે કરે છે.