1. Home
  2. ગુજરાતી
  3. Pushpa The Rise:અલ્લુ અર્જુન અને રશ્મિકાની ફિલ્મ થઇ રિલીઝ,જાણો પહેલા દિવસે કેટલા કરોડની કરી શકે છે કમાણી
Pushpa The Rise:અલ્લુ અર્જુન અને રશ્મિકાની ફિલ્મ થઇ રિલીઝ,જાણો પહેલા દિવસે કેટલા કરોડની કરી શકે છે કમાણી

Pushpa The Rise:અલ્લુ અર્જુન અને રશ્મિકાની ફિલ્મ થઇ રિલીઝ,જાણો પહેલા દિવસે કેટલા કરોડની કરી શકે છે કમાણી

0
Social Share
  • અલ્લુ અર્જુન અને રશ્મિકાની ફિલ્મ થઇ રિલીઝ
  • પુષ્પા પહેલા દિવસે કરી શકે છે કરોડોની કમાણી
  • અલ્લુ અર્જુન ચંદન સ્મગલરની ભૂમિકામાં જોવા મળશે

ચેન્નાઈ:અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદનાની ફિલ્મ પુષ્પા ધ રાઇઝ આજે રિલીઝ થઈ ગઈ છે.આ ફિલ્મને લઈને ચાહકો ઘણા સમયથી ઉત્સાહિત હતા.આ પૈન ઇન્ડિયા ફિલ્મના કારણે અલ્લુ અર્જુન અને નિર્દેશક સુકુમાર ફરી એક સાથે આવ્યા છે. આ સાથે સંગીતકાર દેવી શ્રી પ્રસાદ પણ ફરી એકવાર બંને સાથે કામ કરી રહ્યા છે. આ ત્રણેય 10 વર્ષ પછી સાથે કામ કરી રહ્યા છે.

આ ફિલ્મ વિશ્વભરમાં ઘણી ભાષાઓમાં રિલીઝ થઈ રહી છે જેમાં હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડનો સમાવેશ થાય છે. આ ફિલ્મ મોટા બજેટમાં બનાવવામાં આવી છે અને જે રીતે ફિલ્મના ટ્રેલર અને ગીતોને પ્રતિસાદ મળ્યો છે તે જોતા પહેલા દિવસે ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શનને લઈને સારી અપેક્ષાઓ છે.

તમિલનાડુના થિયેટર ઓનર્સ એસોસિએશનના પ્રેસિડેન્ટ ત્રિપુરા સુબ્રમણ્યમનું કહેવું છે કે,ફિલ્મ પ્રથમ દિવસે બોક્સ ઓફિસ પર 30 કરોડ સુધીનું કલેક્શન કરી શકે છે.જો કે, સમાચાર એવા પણ આવી રહ્યા છે કે,ફિલ્મ પણ પહેલા વિકેન્ડમાં 100 કરોડની ક્લબમાં સામેલ થઈ શકે છે.

ફિલ્મ વિશે વાત કરીએ તો પુષ્પા ધ રાઇઝ ચંદનનાં દાણચોરોના જીવનની ઘટનાઓ વિશે જણાવે છે. આમાં અલ્લુ અર્જુને ચંદન સ્મગલરની ભૂમિકા ભજવી હતી.

આ ફિલ્મ 2 ભાગમાં બનાવવામાં આવી છે. હવે માત્ર પહેલો ભાગ જ રિલીઝ થયો છે. મેકર્સનું કહેવું છે કે,ફિલ્મની સ્ટોરી લાઈન મોટી છે, તેથી તેને 2 ભાગમાં રિલીઝ કરવામાં આવશે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code