1. Home
  2. ગુજરાતી
  3. પુતિનાનો ભારત પ્રવાસઃ દિલ્હીમાં પાંચ સ્તરની સુપર સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ
પુતિનાનો ભારત પ્રવાસઃ દિલ્હીમાં પાંચ સ્તરની સુપર સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ

પુતિનાનો ભારત પ્રવાસઃ દિલ્હીમાં પાંચ સ્તરની સુપર સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ

0
Social Share

નવી દિલ્હીઃ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન 4 અને 5 ડિસેમ્બરે ભારતની મુલાકાતે આવી રહ્યાં છે. આ મુલાકાત દરમિયાન તેઓ 23મા ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેશે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે તેઓ સૌજન્ય મુલાકાત પણ કરશે. પુતિનના આગમનને લઈને દિલ્હીમાં સુરક્ષાના કડક બંદોબસ્ત સાથે તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. સમગ્ર રાજધાનીને કિલ્લાબંધી કરી દેવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર પુતિનને પાંચ સ્તરનું ‘અભેદ્ય સુરક્ષા ચક્ર’ આપવામાં આવશે. સૌથી આંતરિક સુરક્ષા પરત રશિયન સુરક્ષા ગાર્ડ્સની રહેશે. જ્યારે પુતિન અને પ્રધાનમંત્રી મોદી સાથે હશે ત્યારે SPG અને NSG પણ પ્રથમ સ્તરના સુરક્ષા વલયમાં જોડાશે. પુતિનના આગમન પહેલા જ 50થી વધુ રશિયન સુરક્ષા અધિકારીઓ ભારત આવી પહોંચ્યા છે. તેમણે પુતિનના તમામ રૂટ્સ, સ્થળો અને સુરક્ષા વ્યવસ્થાઓની વિગતવાર તપાસ કરી છે. રશિયન સ્પેશિયલ ફોર્સિસ આખા ઇનર સર્કલની સુરક્ષાનો જવાબ લઈ રહી છે.

4 ડિસેમ્બરની સાંજે પુતિન દિલ્હીમાં ઉતરશે, પરંતુ તેના પહેલા તેમનો કાફિલો જ્યાંથી પસાર થવાનો છે તે તમામ માર્ગોને સંપૂર્ણ રીતે સેનિટાઇઝ કરી દેવાયા છે. સમગ્ર રૂટ પર ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે, ઠેર-ઠેર જામર્સ ગોઠવવામાં આવ્યા છે અને AI મોનીટરીંગ સિસ્ટમ્સ કાર્યરત છે. ફેસ રિકૉગ્નિશન કેમેરા પણ સતત કન્ટ્રોલ રૂમ સાથે જોડાયેલા છે.

સુરક્ષા સૂત્રો મુજબ પુતિનનું વિમાન લેન્ડ થતા જ તમામ પાંચ સુરક્ષા સ્તરો સક્રિય થઈ જશે અને તેમના વિદાય સુધી તમામ એજન્સીઓ કમાન્ડ રૂમ સાથે સંકલિત રહેશે. બાહ્ય સુરક્ષા પરત NSG કમાન્ડોઝ સંભાળશે, જ્યારે SPG, RAW, IB અને દિલ્હી પોલીસના અધિકારીઓ સતત ડિપ્લોય રહેશે. ડ્રોન ટીમ, જામર્સ, AI મોનીટરીંગ અને સ્નાઇપર્સ પહેલેથી જ તૈનાત છે. પુતિન જ્યાં રોકાણ કરશે તે હોટલને સંપૂર્ણ સેનિટાઇઝ કરી દેવામાં આવી છે. રશિયન સુરક્ષા ટીમ પુતિનના નક્કી કરાયેલા કાર્યક્રમ સ્થળો જ નહીં, પરંતુ સંભવિત ‘અચાનક મુલાકાત’ સ્થાનોની પણ તપાસ કરી રહી છે.

આ મુલાકાત દરમિયાન પુતિનની સુપર-સિક્યોર અને રહસ્યમય કાર ‘ઓરસ સેનાત’ પણ ભારતમાં પહોંચશે. વિશ્વની સૌથી શક્તિશાળી હસ્તીઓમાંના એક પુતિન માટે તેમનો સુરક્ષા દળ હંમેશા પડછાયાની જેમ જોડાયેલો રહે છે.

 

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code