1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાત હાઈકોર્ટમાંથી રાહુલ ગાંધીને વચગાળાની રાહત ન મળી, માનહાની કેસમાં ચુકાદો અનામત
ગુજરાત હાઈકોર્ટમાંથી રાહુલ ગાંધીને વચગાળાની રાહત ન મળી, માનહાની કેસમાં ચુકાદો અનામત

ગુજરાત હાઈકોર્ટમાંથી રાહુલ ગાંધીને વચગાળાની રાહત ન મળી, માનહાની કેસમાં ચુકાદો અનામત

0
Social Share

અમદાવાદઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને યુવા નેતા રાહુલ ગાંધીની રિવિઝન અરજી પર ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court)માં સુનાવણી થઈ હતી. કોર્ટે, તેને વચગાળાની રાહતનો ઇનકાર કરતી વખતે, દોષિત ઠરાવવાની તેમની અરજી પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. કોર્ટે કહ્યું કે કેસની અંતિમ સુનાવણી પૂરી થયા બાદ જ અંતિમ ચુકાદો આપવો યોગ્ય રહેશે. જસ્ટિસ હેમંત પ્રચ્છકે  સ્પષ્ટ કર્યું કે સુનાવણી પૂરી થયા બાદ તેઓ ચુકાદો અનામત રાખશે. વેકેશન દરમિયાન કોર્ટ નિર્ણય લખશે. એટલે રાહુલ ગાંધી સામેના બદનક્ષી કેસમાં કોર્ટનો ઓર્ડર વેકેશન બાદ આવી શકે છે.

રાહુલ ગાંધીના વકીલ અભિષેક મનુ સિંઘવી દ્વારા જુદા-જુદા કેસોના ચુકાદાઓ ટાંકવામા આવ્યા હતા. વડાપ્રધાનની અટક ‘મોદી’ છે, વડાપ્રધાનનું પદ ઊંચું છે, પણ એ આ ફરિયાદ કે કેસનો કોન્સેપ્ટ નથી. નીચલી કોર્ટના ચુકાદાના મુદ્દાઓને વન બાય વન સિંઘવી પડકારી રહ્યા હતા. મોદી અટકના 13 કરોડ લોકોમાંથી કોઈ હર્ટ ન થયું, ફક્ત એક હાયપર સેન્સિટિવ વ્યક્તિ જ થઈ. પૂર્ણેશ મોદીના વકીલ જણાવ્યું હતું કે રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે નરેન્દ્ર મોદી ચોકીદાર નથી, દેશના પૈસા લૂંટે છે. નીરવ મોદી અને લલિત મોદી, વિજય માલ્યા અને મેહુલ ચોકસી પણ પૈસા લઈને ભાગી ગયા છે. 30 હજાર કરોડ લોકોના લૂંટી લીધા. મોદી…મોદી..મોદી… બધા મોદી કેમ?

વકીલે દલીલ કરી હતી કે રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે હું ગાંધી છું, સાવરકર નહીં, ગાંધી માફી માગશે નહીં. હું જેલ, ડિસ્ક્વોલિફિકેશનથી ડરતો નથી. તમે જેમ ફાવે એમ બોલવાથી ડરતા ન હોવ તો પછી અહીં આવવાની જરૂર નથી. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે પ્રધાનમંત્રીએ રાફેલના સોદામાંથી પૈસા ચોર્યા છે. રાહુલ પબ્લિકમાં માફી નહીં માગવાનું કહે છે અને કોર્ટમાં પ્રાર્થના કરે છે, આ વિરોધાભાસી વર્તન છે. જ્યારે તમે(રાહુલ) જાહેરમાં કહો છો કે બધા મોદી ચોર છે ત્યારે વડાપ્રધાનની અટક પણ મોદી છે. લોકોની સામે તમે વડાપ્રધાનને બદનામ કરો છો.

રાહુલ ગાંધીએ ‘મોદી’ અટક બદનક્ષી કેસમાં સુરતની નીચલી અદાલતના ચુકાદાને હાઇકોર્ટમાં પડકાર્યો છે. હાઇકોર્ટનાં જજ ગીતા ગોપીએ રાહુલની રિવિઝન અરજીને ‘નોટ બિફોર મી’ કહેતાં આ કેસ હવે જજ હેમંત પ્રચ્છકની કોર્ટમાં ચાલી રહ્યો છે. ત્યારે ગત સુનાવણીમાં રાહુલ ગાંધી તરફથી સુપ્રીમ કોર્ટના સિનિયર એડવોકેટ અભિષેક મનુ સિંઘવી ઉપસ્થિત રહ્યા હતા. ગત સુનાવણીમાં હાઇકોર્ટે પૂર્ણેશ મોદીને એફિડેવિટ ફાઈલ કરવા કહ્યું હતું. આજે આ સોગંદનામાના આધારે વધુ દલીલો થઈ શકે છે. ત્યાર બાદ હાઇકોર્ટનો નિર્ણય આવવાની શક્યતા છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code