
- હિમાચલ પ્રદેશમાં વરસાદ બન્યો આફત
- અત્યાર સુધી 22 લોકોના મોતનો એહવાલ
શિમલાઃ- દેશના કેટલાક રાજ્યોમાં હાલ ભારે વરસાદ થઈ રહ્યો છે.ત્યારે દેશના પહાડી રાજ્ય હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને લઈને ભૂસ્ખલ અને પુરની સ્થિતિ સર્જાય છે.જ્યમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન, પૂર અને વાદળ ફાટવાની ઘટનાઓમાં 22 લોકોના મોત થયા હોવાનો એહવાલ મળી રહ્યા છે, જ્યારે 6 લોકો ગુમ થયા હોવાની જાણકારી મળી છે.
આ સાથે જ ભારતીય હવામાન વિભાગએ હિમાચલના કાંગડા, ચંબા, બિલાસપુર, સિરમૌર અને મંડી જિલ્લામાં વિવિધ સ્થળોએ ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. રાઆગામી 5 દિવસમાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળશે. સમગ્ર રાજ્યમાં આગામી 12 કલાક માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, 24 ઓગસ્ટ સુધીના બાકીના દિવસો માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
હિમાચલમાં શુક્રવાર રાતથી ભારે વરસાદ પડી રહ્યો છે. ખરાબ હવામાનને કારણે મણિમહેશ યાત્રા બે દિવસ માટે મોકૂફ રાખવામાં આવી છે. રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે જણાવ્યું કે ભારે વરસાદને કારણે સૌથી વધુ નુકસાન મંડી, કાંગડા અને ચંબા જિલ્લામાં થયું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન હવામાનની 36 ઘટનાઓ નોંધાઈ છે, મંડીમાં મનાલી-ચંદીગઢ નેશનલ હાઈવે અને શોગીમાં શિમલા-ચંદીગઢ હાઈવે સહિત 743 રસ્તાઓ પાણી ભરાવાને કારણે બંધ થઈ ગયા છે.
મંડી જીલ્લામાં 13 મોત
છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનના કારણે દેશના પાંચ મંડીમાં ભૂસ્ખલન અને વાદળ ફાટવાના કારણે 16 લોકો કાટમાળ નીચે દબાઈ ગયા હતા. અહીં 13 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ ઘટનામાં એક જ પરિવારના 8 લોકોના મોત થયા છે. જ્યારે, થુનાગમાં વાદળ ફાટવાના કારણે 31 મકાનો, 60 દુકાનો, 26 ગૌશાળાઓ અને એક પુલ ધરાશાયી થવા પામ્યો હતો.
આ સહીત હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં શનિવારે ચક્કી પુલ તૂટી પડતાં પઠાણકોટ અને જોગીન્દરનગર વચ્ચેની ટ્રેન સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી છે હમીરપુરમાં અચાનક પૂરમાં ફસાયેલા 30 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.મુખ્યમંત્રી જયરામ ઠાકુર અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ જાનહાનિ પર દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું કે વહીવટીતંત્ર અસરગ્રસ્ત જિલ્લાઓમાં યુદ્ધના ધોરણે બચાવ કામગીરી કરી રહ્યું છે