
રાજેશ ખન્નાને ‘આશીર્વાદ’ બંગલો અતિપ્રય, રૂ. 150 કરોડમાં વેચવાનો કર્યો હતો ઈનકાર
મુંબઈઃ રાજેશ ખન્ના પોતના બંગલા આશીર્વાદને ખુબ પ્રેમ કરતા હતા. આ બંગલો તેમણે ફિલ્મ અભિનેતા રાજેન્દ્ર કુમાર પાસેથી રૂ. 3.50 લાખમાં ખરીદ્યો હતો. આ બંગલાને રાજેશ ખન્ના ક્યારેય વેચવા માંગતા ન હતા.
રાજેશ ખન્નાની એક ઈચ્છા હતી કે, તેમના અવસાન બાદ આ બંગલાને એક મ્યુઝિયમમાં ફેરવી નાખવામાં આવે. પરંતુ આ શક્ય ન બન્યું. રાજેશ ખન્નાએ પોતાની સફળતા આ બંગલાની સાથે જોઈ અને આ બંગલામાં તેમને ખશીના અનેક પ્રસંગોની ઉજવણી પણ કરી હતી. રાજેશ ખન્નાની જાન પણ આ બંગલામાં નીકળી હતી. રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયાએ આ જ બંગલામાં પોતાના લગ્ન જીવનની શરૂઆત કરી હતી. તેમજ રાજેશ ખન્નાની અંતિમ યાત્રા પણ આ બંગલામાંથી નીકળી હતી.
બોલીવુડના પ્રથમ સુપર સ્ટાર રાજેશ ખન્નાનું સ્વપ્નના આ મહેલનો સોદો થઈ ગયો છે. આ મકાન મુંબઈના ઉદ્યોગપતિ શશી શેટ્ટીએ રૂ. 90 કરોડમાં ખરીદ્યો હતો. આ અંગે રાજેશ ખન્નાની ખાસ મિત્ર અનીતા અડવાણીને જાણ થતા તે હેરાન થઈ ગઈ હતી. અનીતા અડવાણીએ જણાવ્યું હતું કે, પલ્બીક નોટીક મારફતે જાણ થઈ હતી. અનમોલ વસ્તુઓની કિંમત લગાવડી શરમજનક કહેવાય. જે કિંમત નક્કી કરવામાં આવી છે તેનાથી વધારેની ઓફર કાકા પાસે હતી. જો કે, કાકાએ આશીર્વાદ વેચવાનો ઈન્કાર કરી દીધો હતો. આ બંગલા માડે રાજશ ખન્નાને રૂ. 150 કરોડની ઓફર કરવામાં આવી હતી.
રાજેશ ખન્નાનો આ બંગલો દરિયા કિનારે આવે છે. અભિનેતાએ અહીં રહેવાનું શરૂ કર્યા બાદ તેમની કિસ્મત ચમકી હતી. કાકાના જન્મ દિવસે મોટી સંખ્યામાં પ્રશંસકો તેમની એક ઝલક જોવા માટે ઉમટી પડતા હતા. તેમજ કલાકો સુધી તેમની રાહ જોતા હતા.